<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

હાડ થીજાવતી, દેહ ધ્રુજાવતી કડકડતી ઠંડીમાં હિમવર્ષાની બોછાર માણવા કાશ્‍મીરના ‘ચિલ્લાઈ કલાન' ઠંડોત્‍સવમાં સહેલાણીઓ ઉમટી પડશે

૨૦ ડિસેમ્‍બરથી ૩૦ જાન્‍યુઆરી દરમિયાન : ચિલ્લાઈ કલાન એટલે ધૂન, ગાંડપણ, પરાક્રમ, જોખમ, રોમાંચ, સાહસિકતા, નીડરતા, ઉત્તેજના અને આકર્ષણ ચિલ્લાઈ કલાન એટલે હાડ થીજાવતી ઠંડી હિમવર્ષા, બરફની બોછાર, હિમ નદીઓ, થીજી ગયેલ સરોવરો : ચિલ્લાઈ કલાન એટલે કેશર કાવો સમોવારી કાશ્‍મીરી સ્‍વાદિષ્‍ટ વ્‍યંજન, નમકીન ચા સાથે હુક્કા - પાણી : ચિલ્લાઈ કલાન એટલે હુફાળી કાંગરી પશ્‍મીના સાલ, સ્‍વેટર, ધાબરી, ચટાઈ, કાલીન, ફેરન, બુખારી

દિલ્‍હીથી વાયા શ્રીનગર થઈ લડાખ જતા રાષ્‍ટ્રીય ધોરી માર્ગ ઉપર કાશ્‍મીરી યુવકો સાથે ચિલ્લાઈ કલાન દરમિયાન ક્રિકેટની મોજ માણતા અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા.

જમ્‍મુ-કાશ્‍મીર અને લદાખમાં ભીષણ ઠંડીના ૪૦ દિવસ એટલે કે ચિલ્‍લાઇ કલાનનો આગાઝ થઇ ગયો છે. ભારે બરફવષાઙ્ઘ ચાલુ છે. વઙ્ખક્ષોની ડાળીઓ ઉપર પણ બરફના થર જામી ગયેલા જોવા મળે છે. શ્રીનગર-જમ્‍મુ હાઇવે વારંવાર હિમવષાઙ્ઘ અને ભુસ્‍ખલનના કારણે બંધ થઇ જાય છે. કાશ્‍મીરમા વારંવાર જનજીવન થંભી જાય છે. જીવન જરૂરી ચીજ વસ્‍તુઓની કિલ્‍લત થઇ જાય છે, તેવી વિષમ પરિસ્‍થિતીમા પણ ચિલ્‍લાઇ કલાન દરમ્‍યાન હિમવષાઙ્ઘની મોજ માણવા લાખો સહેલાણીઓ કાશ્‍મીર ખીણમા યમટી પડે છે.

આ સમય દરમ્‍યાન પ્રવાસ વધુ ખચાઙ્ઘળ હોવા છતા પ્રવાસીઓના ઉત્‍સાહમા કોઇ ફેર પડતો નથી. મન મુકીને કુદરતના અફાટ સૌદયઙ્ઘને માણાવના અનેરા આનંદ સાથે પ્રવાસીઓ ગુલમગઙ્ઘ, પહેલગાંવ, સોનમગઙ્ઘની મુલાકાત લઇ સ્‍વગઙ્ઘને ભુલાવે તેવી અલૌકિક અનૂભુતીનો અહેસાસ કરતા હોય છે. 

ચિલ્‍લાઇ કલ્‍લાન સમય દરમ્‍યાન કાશ્‍મીર ખિણમાં સામાન્‍ય રીતે માઇનસ તાપમાન હોય છે. તેમાં પણ ખાસ કરીને પહાડી પ્રદેશોમાં -૪ ડિગ્રી થી માંડીને -ર૦ ડિગ્રી સુધીનું હાડ થીજાવી દેતુ તાપમાન હોય છે. ચિલ્‍લાઇ કલ્‍લાન દરમ્‍યાન શ્રીનગરના ડાલ સરોવરનું પાણી જામી જતુ હોય છે અને કયારેક એટલુ બધુ જામ થઇ જાય કે ડાલ સરોવર ઉપર સ્‍થાનીક કાશ્‍મીરીઓ ક્રિકેટ રમવાનો આનંદ પણ માણતા હોવાની અનેક તસ્‍વીરો વાઇરલ થઇ ચુકી છે. 

ડાલ સરોવરના કાંઠે આવેલી હોટલ લતીફના માલિક લતીફ ચાચાએ જણાવ્‍યું હતું કે ચિલ્‍લાઇ કલાન દરમ્‍યાન વારંવાર પાણી વિતરણ વ્‍યવસ્‍થાની પાઇપ લાઇનમા પાણી થીજી જતા અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડતો હોય છે. ચિલ્‍લાઇ કલાન પૂવેઙ્ગ જ પડેલી હિમવષાઙ્ઘથી કાશ્‍મીરના તમામ મહત્‍વના પ્રવાસના સ્‍થળો પર રાત્રિ દરમિયાન તાપમાનનો પારો શૂન્‍ય ડિગ્રીથી નીચે છે જે ચિલ્‍લાઇ કલાન સમય દરમ્‍યાન વધુ નીચો જવાની પૂરતી સંભાવના છે. પ્રવાસીઓ માટે કાતીલ ઠંડીમાં પણ હુફ મળે તે રીતની વ્‍યવસ્‍થાઓ કરવામાં આવે છે.

વધુમા લતીફ ચાચા જણાવે છે કે, દર વષેઙ્ગ ચિલ્‍લાઇ કલાન દરમ્‍યાન ઠંડી હવાને અંદર પ્રવેશતી અટકાવવા માટે કાશ્‍મીરીઓ તેમની બારીઓને પ્‍લાસ્‍ટિકથી ઢાંકી દે છે અને માટીની કાંગરીઓમા ધગધગતા કોલસા સાથે પોતાના ફેરનમાં રાખીને શરીરને હુફાળુ રાખે છે તેમજ ઓરડાની નીચે લાકડાઓ સળગાવીને કાશ્‍મીરીઓ એક ઓરડામાં હુફાળા વાતાવરણમાં લાંબો સમય વિતાવે છે. આજ રીતે મસ્‍જીદોને પણ હુફાળી બનાવેલ હોવાથી કાશ્‍મીરીઓ નમાજ પછી પણ કલાકો સુધી મસ્‍જીદમા સંગાથે દિવસ પસાર કરતા હોય છે જે કાશ્‍મીરીઓની સામાજીકતા ઉજાગર કરે છે.

પરંપરાગત રીતે, કાશ્‍મીરીઓ ઉનાળામાં ટમેટા, રીંગણા વિગેરે શાકભાજીઓ સુકવીને ચિલ્‍લાઇ કલાન દરમ્‍યાન ઉપયોગમાં લેતા હોય છે. ન્નયારે કાશ્‍મીર ખીણ પ્રદેશ દેશના બાકીના ભાગોથી સંપકઙ્ઘ વિહોણો હોય તેથી અંતરિયાળ અને દૂરના વિસ્‍તારોમાં આ પરંપરા આજે પણ ચાલુ છે. જો કે, જમ્‍મુ-શ્રીનગર રાષ્‍ટ્રીય ધોરીમાગઙ્ઘ લગભગ સવઙ્ઘ-હવામાનને અનુકુળ માગઙ્ઘ બની જવાથી તાજા શાકભાજી આખા વષઙ્ઘ દરમ્‍યાન બજારમાં ઉપલબ્‍ધ રહે છે અને શાકભાજીને સૂકવવાની પરંપરા હવે ઓછી જોવા મળે છે.

ચિલ્‍લાઇ કલાન શું છે ?

ચિલ્‍લાઇ કલાન એક ફારસી શબ્‍દ છે જેનો શાબ્‍દિક અથઙ્ઘ ભભઅતી ઠંડીભભ થાય છે. કાશ્‍મીરમાં ર૦ ડિસેમ્‍બર થી ૩૦ જાન્‍યુઆરી સુધીના ૪૦ દિવસમા હાડ થીજાવી દેતી અતી કડકડતી કાતીલ ઠંડીના માહોલમાં વારંવાર થતી હિમવષાઙ્ઘની મોસમને ચિલ્‍લાઇ કલાન કહેવામા આવે છે. આ સમય દરમ્‍યાન કાશ્‍મીર ખીણના જળાશયો થીજી જાય છે. વાસ્‍તવમાં કાશ્‍મીર ખીણ એ એક ઠંડો વિસ્‍તાર છે. અહીં વષઙ્ઘના લગભગ ૭ મહિના સુધી વાતાવરણ ઠંડુ રહે છે. શિયાળાની સિઝન શરૂ થતાં જ તાપમાનમાં ઘટાડો થવા લાગે છે અને ધીમે ધીમે તે ઠંડીનો પારો શૂન્‍યથી નીચે જાય છે, જેના કારણે આખી ખીણ શીત લહેરોની લપેટમાં આવી જાય છે. આ સમયગાળા દરમ્‍યાન, કાશ્‍મીરીઓ ઘરની અંદર રહે છે અને સૂકા સાચવેલા ખોરાક પર જીવે છે અને લોકવાયકા અને પરંપરાગત સંગીતનો આનંદ માણે છે. વીજળીના અનિયમીત પુરવઠાને કારણે ઠંડીની અગવડતા વધી જાય છે. 

ચિલ્‍લાઇ ખુદઙ્ઘ/બુઢા શું છે ?

ચિલ્‍લાઇ કલાનની કડકડતી કાતીલ ઠંડીના ૪૦ દિવસ પુરા થયા બાદ એટલે કે ૧ ફેબુ્રઆરી થી ર૦ ફેબુ્રઆરી સુધીના સમયમા સિનીયર સિટીઝન સહન કરી શકે તેવા ઠંડીના ર૦ દિવસના સમયને ચિલ્‍લાઈ ખુદઙ્ઘ/બુઢા કહેવામા આવે છે. આ સમયગાળા દરમ્‍યાન આખી ખીણ સફેદ ચાદર ઓઢીને ઠંડીગાર હોય છે. સિનીયર સિટીઝન કાશ્‍મીરીઓ કાંગડીનો સહારો લેતા હોય છે. આ સમય દરમિયાન હિમવષાઙ્ઘની શકયતાઓ યથાવત રહે છે.

ચિલ્‍લાઇ બચ્‍ચા શું છે ?

ચિલ્‍લાઇ કલાનના ૪૦ દિવસ અને ચિલ્‍લાઇ ખુદઙ્ઘ/બુઢાના ર૦ દિવસ પછી ૧૦ દિવસ એટલે કે ૧ માચઙ્ઘ સુધીના સમયને ચિલ્‍લાઇ બચ્‍ચા કહે છે. કારણ કે આ સમય દરમ્‍યાનની ઠંડીને બાળકો પણ સહન કરી શકે તેમ હોય તેથી તે સમયને ચિલ્‍લાઇ બચ્‍ચા તરીકે ઓળખવામાં આવે છે. ચિલ્‍લાઇ કલાન, ચિલ્‍લાઇ ખુદઙ્ઘ/બુઢા અને ચિલ્‍લાઇ બચ્‍ચાના ૭૦ દિવસના અતિ કાતીલ ઠંડી વાળા દિવસો પસાર કયાઙ્ઘ બાદ શિયાળાની મોસમ પણ સમાપ્‍તી તરફ પ્રયાણ કરે છે અને તાપમાનનો પારો શૂન્‍ય કરતા યંચો જવાથી ઠંડીમા રાહતની શરૂઆત થાય છે. ઘણી વાર ચિલ્‍લાઇ બચ્‍ચાના સમય દરમ્‍યાન ચિલ્‍લાઇ કલાન કરતા પણ વધુ હિમવષાઙ્ઘ અને ઠંડી જોવા મળે છે.

આમ ર૦ ડિસેમ્‍બર થી ૧ માચઙ્ઘ સુધીના ૭૦ દિવસના સમય કાતીલ ઠંડીના હોય છે, જેને ઠંડી પ્રમાણે ત્રણ ભાગમાં વહેચવામાં આવેલ છે. એટલે કે, ૪૦ દિવસ ચિલ્‍લાઇ કલાન, ર૦ દિવસ ચિલ્‍લાઇ ખુદઙ્ઘ/બુઢા અને ૧૦ દિવસ ચિલ્‍લાઇ બચ્‍ચા તરીકે વગીઙ્ઘકઙ્ખત કરવામાં આવેલ છે. આ સમયગાળો સૌથી કાતીલ અને કડકડતી ઠંડીનો હોય છે અને હિમવષાઙ્ઘની તીવ્ર શકયતા વાળો હોય છે.

આ દિવસો દરમ્‍યાન કાશ્‍મીરી લોકો ઠંડીથી બચવા કાંગરી, ફેરન, બુખારી જેવા પારંપારિક પ્રાચીન ઉપાયો સાથોસાથ જેકેટ, ઇલેકટ્રીક ધાબળાઓ, હિટર સહિત અનેક અવાઙ્ઘચીન સાધનોનો ઉપયોગ કરતા જોવા મળે છે. શિયાળા દરમ્‍યાન પવઙ્ઘતીય વિસ્‍તારોમા ઠંડીનો પારો માઇનસ પ ડિગ્રીથી માઇનસ ૧પ ડિગ્રી સુધી હોય છે, ન્નયારે મેદાની વિસ્‍તારોમા ઠંડીનો પારો  ૦ ડિગ્રીથી માઇનસ પ ડિગ્રી સુધી રહેતો હોવાની બાબત સામાન્‍ય છે.

શિયાળા દરમ્‍યાન થતી હિમવષાઙ્ઘ એટલા માટે મહત્‍વની હોય છે કે પડેલ હિમવષાઙ્ઘનો બરફ ઝડપથી પીગળતો હોતો નથી, તેથી ઉનાળામા તમામ નદીઓ છલોછલ વહેતી હોવાથી સિંચાઇ દ્વારા હરેક ખેતરમા પૂરતુ પાણી મળી રહેવાથી ચારે તરફ હરીયાળી છવાઇ જાય છે અને ખેત જણસો પુષ્‍કળ પ્રમાણમા થવાથી ખેડૂતોમા રાજીપો વ્‍યાપી જાય છે.

કાશ્‍મીરીઓએ પોતાના રોજીંદા કામકાજની સાથોસાથ સતત હિમવષાઙ્ઘને કારણે ઘર અને શેરીઓમા જામી ગયેલ બરફને હટાવવાની વિકટ અને વધારાની કામગીરી શિયાળા દરમ્‍યાન કરવી પડે છે જે અસહૃા હોવા છતા  અનિવાયઙ્ઘ હોય છે. કાશ્‍મીરીઓના દરેક ઘર ઉપર છાપરાઓ હોય છે, કારણકે હિમવષાઙ્ઘથી ઘર ઉપર છવાયેલ બરફ છાપરાઓ ઉપરથી હટાવવો અનુકુળ રહે છે ન્નયારે છત ઉપરથી બરફને હટાવવો પ્રતિકુળ રહે છે. 

(11:26 AM IST)