<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

વર્ષ ૨૦૨૪ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી માટે ઘણું સારૂ રહયુ : કુલ વર્લ્‍ડવાઇડ કલેક્‍શન રૂ. ૯૨૭૩.૨૭ કરોડ

વર્ષ ૨૦૨૪માં બોકસ ઓફિસ પર ફિલ્‍મોએ કરી અધધ કમાણી:નાના બજેટની ફિલ્‍મ ‘મુંજ્‍યા'એ ફેન્‍સને હસાવી-હસાવીને એટલા ડરાવ્‍યા કે ફિલ્‍મે રૂ. ૧૨૬ કરોડનું વર્લ્‍ડવાઇડ કલેક્‍શન કર્યું

નવી દિલ્‍હીઃ વર્ષ ૨૦૨૪ પૂરું થવામાં છે. આ વર્ષ ફિલ્‍મ ઇન્‍ડસ્‍ટ્રી માટે ઘણું સારું રહ્યું હતું. એવી ફિલ્‍મો આ વર્ષે રિલીઝ થઈ હતી, જેણે ફિલ્‍મમેકર્સ પર પૈસાનો વરસાદ કર્યો હતો. ‘કલ્‍કિ ૨૮૯૮ AD'થી માંડીને ‘પુષ્‍પા ૨' સુધી ફિલ્‍મોએ બોક્‍સઓફિસ પર અધધધ કમાણી કરી હતી.

આ વર્ષે બોક્‍સ ઓફિસ પર કુલ વર્લ્‍ડવાઇડ કલેક્‍શન રૂ. ૯૨૭૩,૨૭ કરોડ રહ્યું હતું. ફિલ્‍મોએ હિન્‍દી ભાષામાં ચોખ્‍ખો રૂ. ૩૬૯૯.૨૯ કરોડનો બિઝનેસ કર્યો હતો અને ગ્રોસ રૂ. ૪૫૩૪.૬૭ કરોડની કમાણી કરી હતી. કુલ દરિયાપાર ફિલ્‍મોએ રૂ. ૧૧૧૧.૦૫ કરોડની કમાણી કરી હતી.

વર્ષ ૨૦૨૪ હોરર કોમેડી ફિલ્‍મોને નામ રહ્યું હતું. નાના બજેટની ફિલ્‍મ ‘મુંજ્‍યા'એ ફેન્‍સને હસાવી-હસાવીને એટલા ડરાવ્‍યા કે ફિલ્‍મે રૂ. ૧૨૬ કરોડનું વર્લ્‍ડવાઇડ કલેક્‍શન કર્યું હતું. આ સાથે ‘શૈતાને' રૂ. ૨૧૩.૭૯ કરોડ, ‘ભુલભુલૈયા-૩'એ રૂ. ૩૮૯.૨૬ કરોડ અને ‘ષાી-૨'એ રૂ. ૮૫૭.૧૫ કરોડ વર્લ્‍ડવાઇડ કલેક્‍શન કર્યું હતું.

આ સિવાય ટોચની ફિલ્‍મોની યાદીમાં ફીમેલ લીડ ફિલ્‍મ ‘ક્રૂ'નું નામ પણ સામેલ છે. આ ફિલ્‍મમાં કરીના કપૂર, કળતિ સેનન અને તબુ લીડ રોડમાં હતા.

 આ ફિલ્‍મે રૂ. ૧૫૧.૬૩ કરોડની કમાણી કરી હતી.

આ સાથે શાહિદ કપૂર અને કળતિ સેનનની ફિલ્‍મ ‘તેરી બાતોમાં ઉલજા જિયા'એ રૂ. ૧૩૯ કરોડનું કલેક્‍શન કર્યું હતું. જ્‍યારે ઋત્‍વિક રોશનની ‘ફાઇટરે' પણ રૂ. ૩૫૮.૮૯ કરોડની કમાણી કરી હતી. ‘સિંઘમ અગેને' વિશ્વમાં રૂ. ૩૭૨.૪૧ કરોડનો બિઝનેસ કર્યો હતો.

આ સાથે પ્રભાસની ફિલ્‍મ ‘કલ્‍કિ ૨૮૯૮ AD'એ અત્‍યાર સુધી રૂ. ૧૩૩૬.૨ કરોડ એકત્ર કર્યા હતા. આ સિવાય વિશ્વમાં ‘હનુમાને' રૂ. ૨૯૫.૨૯ કરોડ, ‘આર્ટિકલ ૩૭૦'એ રૂ. ૧૦૫.૧૫ કરોડ, ‘શ્રીકાંતે' રૂ. ૬૦.૫૯ કરોડ, ‘ચંદુ ચેમ્‍પિયને' રૂ. ૮૯.૨૪ કરોડ, ‘બેડ ન્‍યૂઝે' રૂ. ૧૧૩.૭૭ કરોડ અને ‘અમરને' રૂ. ૩૩૩.૪૭ કરોડની કમાણી કરી હતી

(11:44 AM IST)