News of Thursday, 19th December 2024
ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું: જમ્મુ કાશ્મીરમાં બરફની ચાદર પથરાય
પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાના કારણે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં હાડ થીજાવતી ઠંડી : પંજાબ-હરિયાણામાં પારો નીચે ગગડયોઃ યુપીમાં ગાઢ ધુમ્મસ છવાય

નવી દિલ્હી, તા.૧૯ : ભારત અને ચીન પરસ્પર સંબંધોને મજબૂત કરવામાં વ્યસ્ત છે. ન્ખ્ઘ્ પર પેટ્રોલિંગ સમજૂતી બાદ બંને દેશો કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા સંમત થયા છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ચીન મુલાકાત દરમિયાન આ સમજૂતી થઈ હતી. અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચેની બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધારવા માટે ૬ મુદ્દાઓ પર સહમતિ બની હતી. ભારતે ચીન સાથે સરહદ વિવાદના ન્યાયી ઉકેલ માટે આગ્રહ કર્યો હતો.
અજિત ડોભાલ અને વાંગ યીએ કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા, નદી સંબંધિત ડેટાની વહેંચણી અને સીમા પાર સહકાર માટે સકારાત્મક દિશા પર ધ્યાન કેન્દ્રિત કરીને વાતચીત કરી. જો કે, ૨૩મી સ્પેશિયલ રિ-ેઝન્ટેટિવ (એસઆર) સ્તરની વાટાઘાટો અંગેના ભારતના નિવેદનમાં મંત્રણાના અંતે ચીની પક્ષના નિવેદનમાં છ મુદ્દાની સર્વસંમતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
બંને પક્ષોએ જમીની સ્તરે શાંતિપૂર્ણ સ્થિતિ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો, જેથી સરહદી મુદ્દાઓ દ્વિપક્ષીય સંબંધોના સામાન્ય વિકાસમાં અવરોધ ન આવે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. મંત્રાલયે કહ્યું કે ડોભાલ અને વાંગ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે સ્થિર અને સૌહાર્દપૂર્ણ ભારત-ચીન સંબંધોના મહત્વ પર સહમત થયા.
૨૩ ઓક્ટોબરે કઝાનમાં વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકમાં વિશેષ પ્રતિનિધિ સંવાદ મિકેનિઝમને પુનર્જીવિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આના બે દિવસ પહેલા ભારત અને ચીને પૂર્વી લદ્દાખના ડેમચોક અને ડેપસાંગમાં સેનાની હકાલપટ્ટી માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા
(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
