News of Thursday, 19th December 2024
ડો.આંબેડકરને લઈને રાજકીય ગરમાવો:સંસદ સંકુલમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન :ભાજપે પણ મોરચો ખોલ્યો
ડૉ.આંબેડકર પર અમિતભાઈ શાહની ટિપ્પણી બાદ વિપક્ષી પાર્ટીઓને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરવાની તક મળી:સંસદથી લઈને શેરીઓ સુધી રાજકીય લડાઈ ચાલુ :ભાજપે પણ વિપક્ષ પર પલટવાર કરવાની તૈયારીઓ કરી:ભાજપના સાંસદોએ સંસદ પરિસરમાં કોંગ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું

નવી દિલ્હી. ડૉ. આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતભાઈ શાહની ટિપ્પણીને લઈને રાજકીય ગરમાવો ચાલુ છે. વિપક્ષે શાહ પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેના વિરોધમાં વિપક્ષે સંસદથી લઈને શેરીઓ સુધી સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. બીજી તરફ ભાજપે પણ પ્રદર્શનની જાહેરાત કરી છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે આંબેડકરનું અપમાન કર્યું છે.
વિપક્ષી પાર્ટી પણ સંસદમાં સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. AAP સાંસદ સંજય સિંહે આ મુદ્દે ચર્ચાની માંગ કરી છે. તેમણે અમિત શાહની ટિપ્પણી પર ચર્ચા કરવા માટે રાજ્યસભામાં સ્થગિત નોટિસ આપી હતી.
લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીની હાજરીમાં સંસદભવનમાં લોકસભાના સાંસદોની બેઠક યોજાઈ હતી.
આંબેડકર મુદ્દે હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ સંસદ સંકુલમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાની સામે વિરોધ માર્ચ કાઢી હતી. ભાજપ સાંસદોએ કોંગ્રેસ પાર્ટી પર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવીને સંસદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
