<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

મહાકુંભ મેળા માટેની સ્‍પેશ્‍યલ ટ્રેનો ફ્રી હોવાના સોશ્‍યલ મીડીયામાં ફરતા થયા જૂઠા દાવા : રેલ્‍વે કહે છે ટીકીટ વગર મુસાફરી કરનાર પર થશે કાર્યવાહી

પ્રયાગરાજ તા.૧૯ પ્રયાગરાજમાં જાન્‍યુઆરીથી મહાકુંભમેળાનું આયોજન કરાયું છે. તેમાં દેશ વિદેશથી કરોડો લોકો સામેલ થશે. ત્‍યાં જનારાઓની ભીડ એટલી બધી છે કે ટ્રેનોમાં ટીકીટો નથી મળતી.લોકો ટીકીટ માટે પરેશાન છે. આ દરમિયાન સોશ્‍યલ મીડીયામાં દાવા કરાઇ રહ્યા છે કે સરકાર કુંભ મેળા માટે મફતની ટ્રેનો ચલાવશે. તેમાં કોઇ ટીકીટ નહીં લાગે. પણ રેલ્‍વે મંત્રાલયે આમાં સાચું શું છે તે એક સ્‍ટેટમેંટમાં જાહેર કર્યુ છે.

રેલ્‍વે મંત્રાલયે કહ્યું, ‘‘સોશ્‍યલ મીડીયામાં કરાહઇ રહેલા બધા દાવાઓ ખોટા છે કુંભ મેળા માટે રેલ્‍વે અથવા સરકાર દ્વારા એવી કોઇ ટ્રેન નથી ચલાવાઇ રહી, જેમાં ટીકીટ નહી લાગે. કેટલાક મીડીયા આઉટલેટ એવા સમાચારો ફેલાવી રહ્યા છે, જે સંપૂર્ણ પણે ખોટા છે. જો તમે ટીકીટ વગર કોઇ પણ ટ્રેનમાં બેસશો તો રેલ્‍વે ના નિયમઅનુસાર કાર્યવાહી કરવામાં આવશે.જો તમારે કુંભમાં જવું હોય તો ટીકીટ લઇને જ ટ્રેનમાં બેસવું. સીશયલ મીડીયાના કોઇ પણ દાવાને માનવા નહીં. મહાકુંધ મેળો કે અન્‍ય કોઇ અવસર પર મફત મુસાફરી ની કોઇ જોગવાઇ નથી.''

કેટલીક પોસ્‍ટોમાં એવો પણ દાવો કરાયો છે કે નેશનલ હાઇવે ઓથોરીટી કુંભમાં તા વાહનો પાસેથી ટોલ વસુલ નહીં કરે. આ દાવાઓને નેશનલ હાઇવે ઓથોરીટીએ રદિયો આપ્‍યો છે. તેણે એક્‍સ પર લખ્‍યું, ‘‘પ્રયાગરાજમાં કુંભમેળા માટે જનારા વાહનોને ટોલ ફ્રી અવર જવર કરવાની કોઇ જોગવાઇ નથી. અને આ પ્રકારનો કોઇ પ્રસ્‍તાવ પણ વિચારણામાં નથી. હાઇવે પર જો તમે વાહન લઇ ને ચાલો છો તોતમારે ટોલ ચુકવવો પડશે.''

કેટલીક પોસ્‍ટમાં એવો પણ દાવો કરાઇ રહ્યો છે કે જો તમે કુંભ મેળા માં જવા માંગો છો તો ગમે તે બસમા ંબેસી જાઓ, ભાડું નહીં લાગે. નેશનલ હાઇવે ઓથોરીટીને આ દાવાને પણ ફગાવી દીધો છે. તેણે કહ્યું કે પહેલી વાત તો એ કે નેશનલ હાઇવે ઓથોરીટી બસો નથી ચલાવતી. તે બસોનું ભાડું પણ નક્કી નથી કરતી. જો તમારી સમક્ષ આ પ્રકારના કોઇ દાવાઓ કરવામાં આવતા હોય તો તે બિલકૂલ ખોટા છે.

(2:32 PM IST)