હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાયગ્રાની બે ગોળી ખાઈ પ્રેમિકા સાથે રાતભર રહયો પ્રેમીઃ બેવાર સંબંધ બાંધ્યાઃ છોકરીનું મોત
કાનપુરની ઘટનાઃ પ્રેમીની ધરપકડઃ રાતભર નિર્વષા રહેવાથી પ્રેમિકા ઠુઠવાઈ ગઈ

કાનપુર, તા.૧૯: તાજેતરના દિવસોમાં કાનપુરના શિવરાજપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગામમાં થયેલા કિશોરીના મોત મામલામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કિશોરીના પ્રેમીની પોલીસે ધરપકડ કરી છે. ૧૪ ડિસેમ્બરે શિવરાજપુરની રહેવાસી કિશોરીની લાશ અર્ધનગ્ન હાલતમાં રૂમમાં જોવા મળી હતી.
પોલીસનું કહેવું છે કે, કિશોરીને મળવા રાતના સમયે તેનો -ેમી આવ્યો હતો. પ્રેમીએ સંબંધ બાંધવા માટે કિશોરીના કપડાં ઉતાર્યા હતા અને લગભગ સાત કલાક સુધી નિર્વષા રાખી હતી. શક્તિવર્ધક ગોળીઓ ખાઈને બે વાર સંબંધ બાંધ્યા. જેનાથી તેને ઠંડી લાગી ગઈ હતી. કિશોરીનું શરીર અકડાતું જોઈ પ્રેમી ભાગી ગયો. ત્યારબાદ કિશોરીનું રાતના સમયે મોત થઈ ગયું. મળતકાની ભાભીએ પોલીસને લાશ મળી હોવાની સૂચના આપી. પોલીસ ફોરેન્સિક ટીમ સાથે પહોંચી અને ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કર્યા.
પોલીસે પ્રેમીની ધરપકડ કરી તેને જેલમાં મોકલી દીધો. પ્રેમી કિશોરીના ગામથી ૨૦ કિમી દૂર નેવાદા ગામનો રહેવાસી છે. તેની ઓળખાણ કુલદીપ કુમાર ઉર્ફ શોભિત તરીકે થઈ છે. જાણકારીમાં સામે આવ્યું છે કે, ઘટનાની રાત્રે કિશોરીનો પરિવાર લગ્નમાં ગયો હતો. મળતક યુવતી પોતાની ભત્રીજી સાથે ઘરે એકલી હતી. ભત્રીજીએ જ પોલીસને પ્રેમી આવ્યો હોવાની જાણકારી આપી હતી.
આરોપી કુલદીપે પોલીસની પૂછપરછમાં જણાવ્યું કે, પ્રેમિકા ઘરે એકલી હતી. તેના પરિવારના સભ્યો સંબંધીને ત્યાં લગ્નના કાર્યક્રમમાં સામેલ થવા માટે અસાલતગંજ કાનપુર ગયા હતા. શુક્રવારે રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે તે પ્રેમિકાના ઘરે પહોંચ્યો. આખી રાત રહ્યો પણ સવારે તેની તબિયત ખરાબ થતાં ત્યાંથી ભાગી ગયો. શનિવાર સવારે કિશોરીની લાશ ખાટલા પર અર્ધનગ્ન હાલતમાં પડી હતી. રવિવારે ત્રણ ડોક્ટર્સની પેનલે કિશોરીનું પોસ્ટમોર્ટમ કર્યું હતું.
આ સંબંધમાં ડીસીપી પશ્ચિમ રાજેશ સિંહે જણાવ્યું કે, આરોપી વિરુદ્ધ રેપ અને પોક્સો એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધી તેને જેલભેગો કરવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
