દેશમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવા માટે ઈન્દોરમાં એક ષડયંત્ર રચવામાં આવી રહ્યુ હોવાનો ધડાકો : ક્રાઈમ બ્રાન્ચે બે યુવકો અને એક સગીરને પકડ્યા
કાશ્મીર સહિત દેશના અન્ય ભાગોમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ : મોબાઈલમાં આવા વીડિયો મળી આવ્યા જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં કોમી ઉન્માદ ફેલાવીને વાતાવરણ બગાડવાની યોજના હતી

નવી દિલ્હી તા.૧૯ : દેશમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવા માટે ઈન્દોરમાં એક ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું… ક્રાઈમ બ્રાન્ચે બે યુવકો અને એક સગીરને પકડ્યા. ઈન્દોરમાં ક્રાઈમ બ્રાન્ચે ગુપ્તચર એજન્સીઓના ઈનપુટ મળ્યા બાદ આ કાર્યવાહી કરી છે. આરોપીઓના મોબાઈલ ફોનમાંથી કેટલાક ભડકાઉ વીડિયો મળી આવ્યા છે. આમાંથી કેટલાક સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયા છે.
મધ્યપ્રદેશની ઈન્દોર પોલીસે એક મોટી કાર્યવાહીમાં દેશમાં વાતાવરણ બગાડવાના કાવતરામાં સામેલ બે યુવકો અને એક સગીરની ધરપકડ કરી છે. ખજરાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તેમના પર કાશ્મીર સહિત દેશના અન્ય ભાગોમાં સાંપ્રદાયિક અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. તેના મોબાઈલમાં આવા વીડિયો મળી આવ્યા છે, જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં કોમી ઉન્માદ ફેલાવીને વાતાવરણ બગાડવાની યોજના બનાવવામાં આવી રહી છે. કેટલાક વિડિયો પણ યુવાનો દ્વારા તેમના સોશિયલ મીડિયા પર વિવિધ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓના ઈનપુટ બાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે તેમની અટકાયત કરી છે. પોલીસ અધિકારીઓ યુવક અને સગીર બંનેની પૂછપરછ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
