<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

આર્જેન્ટિનામાં એક પ્રાઇવેટ પ્લેન બ્યુનોસ આયર્સની બહાર રનવે પરથી સરકીને નજીકના ઘરો સાથે અથડાયું : બે લોકોના મોત : જુઓ વિડિઓ

સાન ફર્નાન્ડો એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી, બોમ્બાર્ડિયર ચેલેન્જર 300 ખાનગી વિમાન રનવે પરથી હટી ગયું અકસ્માત બાદ જોરદાર જ્વાળાઓ ઉભરાવા લાગી હતી અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો

નવી દિલ્હી તા.૧૯

આર્જેન્ટિનામાં એક પ્રાઇવેટ પ્લેન બ્યુનોસ આયર્સની બહાર રનવે પરથી સરકીને નજીકના ઘરો સાથે અથડાયું હતું, જેમાં બે લોકોના મોત થયા હતા. રિયો ડી જાનેરોથી ટેકઓફ કર્યા બાદ વિમાન બ્યુનોસ આયર્સના સેન ફર્નાન્ડો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું ત્યારે આ દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં પ્લેનના પાયલટ અને કો-પાઈલટના જીવ ગયા હતા. સાન ફર્નાન્ડો એરપોર્ટ પર ઉતરાણ કર્યા પછી, બોમ્બાર્ડિયર ચેલેન્જર 300 ખાનગી વિમાન રનવે પરથી હટી ગયું અને નજીકના ગામડામાં ઘરો સાથે અથડાયું. અકસ્માત બાદ જોરદાર જ્વાળાઓ ઉભરાવા લાગી હતી અને ચારેબાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે, જે પ્લેનના પાયલટ અને કો-પાઈલટ હતા. ઘટના બાદ ફાયર બ્રિગેડના જવાનોએ ઘરની અંદર રહેલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. સદનસીબે મકાનોની અંદર અન્ય કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું ન હતું. વસાહતની નજીકના અન્ય રહેવાસીઓને પણ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા અને વિસ્તારમાં અગ્નિશામક કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. પ્લેન, રજીસ્ટ્રેશન LV-GOK, આર્જેન્ટિનાના પ્રખ્યાત ફૂટબોલ ક્લબ રિવર પ્લેટના પ્રમુખ જોર્જ બ્રિટોના પરિવારનું હતું. આ વિમાને દિવસની શરૂઆતમાં ઉરુગ્વેના પુન્ટા ડેલ એસ્ટેથી ઉડાન ભરી હતી અને બ્યુનોસ એરેસ પરત ફરતી વખતે ક્રેશ થયું હતું. આ ઘટના બુધવારે બપોરે 1.23 વાગ્યાની આસપાસ બની હતી. એરપોર્ટ સિક્યોરિટી પોલીસના જણાવ્યા અનુસાર, પ્લેન લેન્ડિંગ દરમિયાન રનવેને ઓવરશોટ કરીને એરપોર્ટ વિસ્તારને પાર કરી ગયું હતું, જેના કારણે તે મકાનો સાથે અથડાયું હતું.

(4:53 PM IST)