<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

કોંગ્રેસનો આરોપ: ભાજપની વિચારધારા ડો,આંબેડકર વિરોધી છે : રાહુલ ગાંધીએ કહ્યું- ગૃહમંત્રી માફી માંગે

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "અમે સંસદમાં રોજ ધરણા કરતા હતા, પરંતુ આજ સુધી કોઈ હિંસા થઈ નથી. હવે અમે દેશવ્યાપી આંદોલન કરીશું. બીજેપી સાંસદોએ મને અને અમારી મહિલા સાંસદોને ધક્કો માર્યો. સરકારે શાંતિ ભંગ કરી અને અમારા પર હુમલો કર્યો. અમારી મજાક ઉડાવતા હતા.

નવી દિલ્હીઃ સંસદમાં બનેલી 'આઘાતની ઘટના'ને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે વિવાદ વધી ગયો છે. બંને પક્ષોએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાક્રમ બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા હતા

  પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "અમે સંસદમાં રોજ ધરણા કરતા હતા, પરંતુ આજ સુધી કોઈ હિંસા થઈ નથી. હવે અમે દેશવ્યાપી આંદોલન કરીશું. બીજેપી સાંસદોએ મને અને અમારી મહિલા સાંસદોને ધક્કો માર્યો. સરકારે શાંતિ ભંગ કરી. અને અમે હુમલો કર્યો તેઓ અમારી મજાક ઉડાવતા હતા." 

    રાહુલ ગાંધીએ પણ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, "ભાજપે સંસદમાં અદાણી કેસ પર ચર્ચા રોકવાનો પ્રયાસ કર્યો. ભાજપ શરૂઆતથી જ આ મુદ્દા પર વિચલન પેદા કરી રહી હતી. આ પછી આંબેડકર પર ગૃહમંત્રીનું નિવેદન આવ્યું. ભાજપની વિચારસરણી આંબેડકર વિરોધી છે." આજે ફરી અમે શાંતિપૂર્ણ રીતે સંસદમાં જઈ રહ્યા હતા, પરંતુ ભાજપના સાંસદ સીડીઓ પર ઉભા હતા અને અમને અંદર પ્રવેશવા દેતા ન હતા. રાહુલ ગાંધીએ ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરતા કહ્યું કે, ગૃહમંત્રીએ આંબેડકરનું અપમાન કરવા બદલ માફી માંગવી જોઈએ.

(7:23 PM IST)