હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક સંકેતોને પગલે વચ્ચે બુલિયન માર્કેટમાં કડાકો : સોનામાં રૂપિયા 800 અને ચાંદી રૂપિયા 2,000 ગગડ્યા
અમેરિકાની ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલએ વર્ષ 2025ના અંત ભાગ સુધીમાં ફક્ત 50 બેસિસ પોઇન્ટ વ્યાજ દરમાં ઘટાડો કરવાની શક્યતા વ્યક્ત

મુંબઈ :વૈશ્વિક બજારોમાં બોલાયેલા તીવ્ર કડાકા વચ્ચે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે બુલિયન માર્કેટમાં તીવ્ર કડાકો બોલાઈ ગયો છે. વિશ્વ બજારમાંથી મળેલા નબળા સંકેત વચ્ચે જ્વેલર્સ તરફથી માંગના અભાવ વચ્ચે 10 ગ્રામ દીઠ સોનુ રૂપિયા 800 ગગડી 78,300 થયા છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલએ વર્ષ 2025ના અંત ભાગ સુધીમાં ફક્ત 50 બેસિસ પોઇન્ટ વ્યાજ દરમાં ઘટાડો કરવાની શક્યતા વ્યક્ત કરી છે,જે સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં ચાર વખત ઘટાડો કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવેલી તેનાથી વિપરિત આ સ્થિતિ રજૂ કરવામાં આવી છે.
બીજી બાજુ દિલ્હી ખાતે ચાંદી પણ રૂપિયા 2,000 ગગડીને રૂપિયા 90,000 થઈ છે.MCX ખાતે સોનાનો ફેબ્રુઆરી મહિના માટેનો વાયદો રૂપિયા 303 એટલે કે 0.4 ટકા ગગડી રૂપિયા 76,350 રહ્યો છે. જ્યારે ચાંદીનો માર્ચ મહિના માટેનો વાયદો રૂપિયા 1,630 એટલે કે 1.8 ટકા તૂટી રૂપિયા 88,750 રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ઔંસદીઠ ભાવ 19.10 ડોલર એટલે કે 0.72 ડોલર ગગડીને 2,634.10 ડોલર થયો છે. જ્યારે ચાંદીનો ભાવ ઔંસદીઠ 2.47 ટકા ગગડી 30 ડોલરથી નીચે 29.98 ડોલર થયો છે.
આ અહેવાલ લખાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 36.83 ડોલર એટલે કે 1.40 ટકા ગગડી 2,601.05 ડોલર પર ક્વોટ થયા છે. જ્યારે ચાંદી 1.06 ડોલર એટલે કે 3.54 ટકા તૂટી 29.17 ડોલર પર ક્વોટ થઈ છે.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ ખાતે ચાંદી રૂપિયા 2000 ગગડીને રૂપિયા 88,000 રહ્યા છે.
જ્યારે અમદાવાદ સોનુ (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 800 ઘટીને રૂપિયા 78,500 થયો છે. જ્યારે અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 800 ઘટી રૂપિયા 78,300 થયુ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
