<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

રાહુલ નજીક આવતા જ હું અસ્વસ્થ બની ગઈ:મને ગમ્યું નહીં :ભાજપના મહિલા સાંસદનો મોટો આરોપ

ભાજપના સાંસદે કહ્યું કે અમે વિરોધ કરી રહ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી મારી ખૂબ નજીક આવ્યા ભાજપના સાંસદે રાજ્યસભા અધ્યક્ષને પત્ર લખ્યો

નવી દિલ્હી : ડો,આંબેડકરને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શરૂ થયેલી લડાઈ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. ઝપાઝપીને લઈને સાંસદો વચ્ચે બોલાચાલી થઈ છે. ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધીના ધક્કાથી બે સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા છે. બંનેની દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સાથે જ રાહુલ ગાંધીએ પણ સ્પષ્ટતા આપી છે.

હવે ભાજપના રાજ્યસભા સાંસદ ફાંનોન કોન્યાકે રાહુલ ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભાજપના સાંસદે કહ્યું કે અમે વિરોધ કરી રહ્યા હતા. ત્યારે રાહુલ ગાંધી મારી ખૂબ નજીક આવ્યા. રાહુલ નજીક આવતા જ હું અસ્વસ્થ બની ગઈ હતી. મને તે ગમ્યું નહીં.
ભાજપના સાંસદે રાજ્યસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં લખ્યું કે, રાહુલ ગાંધી મારા પર બૂમો પાડવા લાગ્યા. આજે જે પણ થયું તે ખૂબ જ દુઃખદ છે, એવું ન થવું જોઈએ. અમને તેમની ધમકી આપવાની રીત પસંદ નહોતી. મેં અધ્યક્ષને પણ ફરિયાદ કરી છે.

 આજે મારું હૃદય ખૂબ ઉદાસ છે. એક સાંસદ બીજા સાંસદને માન આપે છે. કોઈ આપણી સામે આવે તો આપણે બેસી જઈએ કે બાજુમાં ખસી જઈએ. હું નાગાલેન્ડની છું, હું એક મહિલા છું. આ બધું સારું ન લાગ્યું.

નાગાલેન્ડની તેજ તરવરાટવાળી મહિલા નેતાઓમાં એસ ફાંનોન કોન્યાકનો સમાવેશ થાય છે. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ હોલી ક્રોસ સિનિયર સેકન્ડરી સ્કૂલ, દીમાપુરમાંથી મેળવ્યું હતું. 12મું પાસ કર્યા બાદ તે દિલ્હી આવી અને તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. તે નાગાલેન્ડથી રાજ્યસભાના સાંસદ બનનાર પ્રથમ મહિલા છે.

ભાજપના આરોપો પર રાહુલ ગાંધીએ સ્પષ્ટતા આપી છે. તેમણે કહ્યું કે હું સંસદની અંદર જઈ રહ્યો હતો, પરંતુ ભાજપના સાંસદો મને રોકી રહ્યા હતા. તેમણે મને ધમકી આપી. પ્રિયંકા ગાંધી અને ખડગેજી સાથે પણ ધક્કામુક્કી થઈ હતી.

(8:47 PM IST)