<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

MRI સેન્ટરના ચેન્જિંગ રૂમમાં લગાવવામાં આવ્યો હિડન કેમેરા, મહિલા દર્દીએ ખુલાસો કર્યો : સેન્ટર સીલ થયું.

ભોપાલમાં એક MRI સેન્ટરના ચેન્જિંગ રૂમમાં કેમેરા લગાવાયા :કપડાં બદલતી વખતે એક મહિલાને છતમાં છુપાયેલો કેમેરો મળ્યો :ભારે હોબાળો મચી ગયો

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પેથોલોજી સેન્ટરના ચેન્જિંગ રૂમમાં છુપાયેલ કેમેરા મળી આવ્યો છે. સોનોગ્રાફી કરાવવા આવેલી એક મહિલાને છતમાં છુપાયેલો કેમેરો મળ્યો હતો. કેમેરા જોઈને તેણે વિરોધ કર્યો તો સ્ટાફે ગેરવર્તન કર્યું.

  પોલીસે લેબમાં પહોંચીને એક આરોપીની કરી ધરપકડ, કર્મચારીના મોબાઈલમાંથી ઘણા વીડિયો મળ્યા

  મિડ સેન્ટર પેથોલોજીમાં લાંબા સમયથી સોનોગ્રાફી માટે ચેન્જીંગ રૂમમાં કેમેરા લગાવવામાં આવ્યો હતો. જ્યાં સોનોગ્રાફી માટે આવતી મહિલાઓનું છૂપી રીતે ફિલ્માંકન કરવામાં આવે છે. મહિલાઓ આ વાતથી અજાણ હતી. હકીકતમાં, સોનોગ્રાફી કરાવતા પહેલા, મહિલાઓને તેમના કપડા બદલવાના હતા; અહીં ચેન્જિંગ રૂમમાં મોબાઈલનો કેમેરો છુપાયેલો હતો. ગુરુવારે એક મહિલા પેથોલોજી સેન્ટરમાં પહોંચી ત્યારે તે કપડાં બદલવા ચેન્જિંગ રૂમમાં ગઈ હતી. આ દરમિયાન તેની નજર ફોલ્સ સિલિંગ પર છુપાયેલા મોબાઈલ કેમેરા પર પડી. આ અંગે મહિલાએ તેના પતિને જાણ કરી હતી.

  જ્યારે ફોલ્સ સિલિંગ પર છુપાવેલા મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે મહિલા સહિત અનેક મહિલાઓના કપડાં બદલતી વખતે વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. મહિલાના પતિને આ વાતની જાણ થતાં જ તે સ્ટાફ પાસે પૂછપરછ કરવા ગયો હતો પરંતુ સ્ટાફે તેની સાથે ઝપાઝપી શરૂ કરી હતી. ધક્કામુક્કીના કારણે ત્યાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી, જે બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

      આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસે પીડિતાની માંગણી પર મિડ સેન્ટર પેથોલોજીને સીલ કરી દીધું હતું. જેના મોબાઈલમાંથી રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું તે આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી છેલ્લા ત્રણ મહિનાથી મિડ સેન્ટર પેથોલોજીમાં નોકરી કરતો હતો. પેથોલોજીમાં કેટલા લોકો સંડોવાયેલા છે અને તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીના મોબાઈલને પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે જેથી અન્ય મહિલાઓના વીડિયો સાથે જોડાયેલા રહસ્યો બહાર આવી શકે.

(11:33 PM IST)