ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
ભિખારીઓના કારણે UAE અને સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ફટકાર્યું:ગરીબ દેશે હવે આ પગલું ભર્યું
પાકિસ્તનના કેટલાક લોકો પર ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયા જઈને ભીખ માંગવાનો આરોપ : આ ચેતવણી બાદ પાકિસ્તાન ઉમરાહ એક્ટ લાવવાનું વિચારી રહ્યું છે.

સાઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશોએ શું ચેતવણી આપી છે કે પાકિસ્તાન સરકારે દેશના 4300 થી વધુ કથિત ભિખારીઓને નો-ફ્લાય લિસ્ટમાં મૂકવા પડ્યા? આ દેશોએ પાકિસ્તાનને કહ્યું હતું કે તે દેશમાંથી એવા લોકોને ન મોકલે જેઓ ધાર્મિક મુલાકાત વિઝા પર ભીખ માંગે છે. આ પહેલા પણ આવા સમાચાર સામે આવ્યા હતા, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે પાકિસ્તાનના લોકો સાઉદી અરેબિયામાં તીર્થયાત્રીઓ તરીકે આવે છે અને ભીખ માંગે છે. જોકે, આ લોકોની ગલ્ફ કન્ટ્રીમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. આ સમગ્ર પરિસ્થિતિને લઈને સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આ વાત કહી છે. પાકિસ્તાનને માત્ર સાઉદી જ નહીં પરંતુ અન્ય દેશોમાંથી પણ આવી ફરિયાદો મળી છે.
પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ, પાકિસ્તાને નો-ફ્લાય એટલે કે એક્ઝિટ કંટ્રોલ લિસ્ટમાં 4300થી વધુ લોકોને સામેલ કર્યા છે. સાઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશોની ચેતવણી બાદ પાકિસ્તાને આ પગલું ઉઠાવ્યું છે. પાકિસ્તાનના કેટલાક લોકો પર ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયા જઈને ભીખ માંગવાનો આરોપ છે. આ ચેતવણી બાદ પાકિસ્તાન ઉમરાહ અધિનિયમ લાવવાનું વિચારી રહ્યું છે, જેથી ઉમરાહ યાત્રાને વધુ સારી રીતે નિયંત્રિત કરી શકાય. સાઉદી હજ મંત્રાલયે પાકિસ્તાનને ઉમરાહ વિઝા પર સાઉદી અરેબિયા જતા લોકોની સંખ્યાને લઈને ચેતવણી આપી હતી
પાકિસ્તાનના ગૃહ પ્રધાન મોહસિન રઝા નકવીએ આરબના નાયબ ગૃહ પ્રધાન નાસિર બિન અબ્દુલ અઝીઝ અલ દાઉદને કહ્યું છે કે તેમની સરકારે 'ભિખારી માફિયા' વિરુદ્ધ ઝીરો ટોલરન્સ પગલાં લીધાં છે. રિપોર્ટ અનુસાર આરબ દેશોમાં ધરપકડ કરાયેલા 90 ટકા લોકો પાકિસ્તાની છે. આને ધ્યાનમાં રાખીને, સાઉદી અરેબિયાના અધિકારીઓએ ઇસ્લામાબાદને આ મુદ્દાઓ પર શક્ય તેટલી વહેલી તકે પગલાં લેવા કહ્યું છે અને આમ કરવામાં નિષ્ફળ રહેવાથી વાસ્તવિક પાકિસ્તાની ઉમરાહ અને હજ યાત્રીઓ પર નકારાત્મક અસર પડી શકે છે.
ગયા વર્ષે સપ્ટેમ્બર 2023 માં, સાઉદીમાં ભીખ માંગતી વખતે તીર્થયાત્રીઓ તરીકે ગયેલા 16 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી. સાઉદી સરકાર આ મામલે કડક બની છે. આ સમસ્યાનો સામનો કરવા માટે પાકિસ્તાન ઉમરાહ એક્ટ લાવવાની વાત કરી રહ્યું છે. આ કાયદા હેઠળ ટ્રાવેલ એજન્સીઓ નિયંત્રણમાં આવશે. પાકિસ્તાની ધાર્મિક બાબતોનું મંત્રાલય એવી એજન્સીઓ પર કાયદેસર નજર રાખશે જેની આડમાં ભિખારીઓ ઉમરાહ વિઝા મેળવતા હતા અને ખાડી દેશોમાં ભીખ માગતા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
