News of Friday, 20th December 2024
નૌકાદળમાં આઈએનએસ નિર્દેશક સામેલ થયું
આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ કોલકત્તાના ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ ઈન્જિનિયર્સ એ આ જહાજનું નિર્માણ કર્યું

વિશાખાપટ્ટનમ: સમુદ્રમાં પડોશી દેશોથી મળી રહેલ પડકારો વચ્ચે ભારતીય નૌકાદળે પોતાના બીજા સર્વે પોત જહાજ “નિર્દેશક” મળી ગયું છે. “નિર્દેશક” ને નૌકાદળમાં સામેલ કરવાથી સમુદ્રમાં ભારતની તાકાત વધી ગઈ છે. આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ કોલકત્તાના ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ ઈન્જિનિયર્સ એ આ જહાજનું નિર્માણ કર્યું છે. સંરક્ષણ રાજ્ય મંત્રી સંજય સેઠે જહાજનું જલાવતરણ કર્યું. આ શ્રેણીનું પહેલું જહાજ આઈએનએસ સંધ્યાક આ વર્ષે ૩ ફેબ્રુઆરીએ નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે અત્યંત આધુનિક હાઇડ્રોગ્રાફિક પ્રણાલીઓ જેમકે મલ્ટી બીમ ઇકો સાઉન્ડર, સાઈડ સ્કૈન સોનાર, ઓટોનોમસ અંડરવોટર વ્હીકલ (એયૂવી) અને રિમોટલી ઓપરેટેડ વ્હીકલ (આરઓવી) થી લૈસ છે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
