<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th December 2024

સૂર્યનું સુપરફ્લેયર પૃથ્વીને માટે ગંભીર-જોખમી

શું આપણે સૌર જ્વાળાથી થનારી સમસ્યાઓને માટે તૈયાર છીએ.?

નવીદિલ્હી: સૂર્યના પ્રકાશથી પૃથ્વી પ્રકાશિત થાય છે, એટલું જ નહીં, ધરતી પર સૂર્યની ગરમીનો અનુભવ પણ થાય છે. ધરતી પર પેદા થતી અનેક પ્રકારની ઊર્જાઓનો સ્તોત્ર સૂર્ય હોય છે. પરંતુ સૂર્યથી અવિશ્વસનીય રૂપે મોટી ઉર્જાના તરંગો પણ નીકળે છે, જે પૃથ્વીની માટે અત્યંત જોખમી  સમસ્યા બની શકે છે. તેને સુપરફ્લેયર કહેવામાં આવે છે. દુનિયાભરના વૈજ્ઞાનિક ધીરે ધીરે જે રીતે સૂર્યનો અભ્યાસ કરી રહ્યા છે, તેને જોતા સૂર્યમાં ઘણાખરા ફેરફાર થઈ રહ્યા છે, તેને લઈને ચિંતિત થઈ રહ્યા છે. કારણ કે પહેલા વૈજ્ઞાનિકોને એવું લાગતું હતું કે સૂર્યમાં આવી ઘટનાઓ હજાર વર્ષમાં એકવાર બનતી હોય છે. પરંતુ હાલમાં જે રીતે તેઓને જાણવા મળ્યું છે કે, અંતરિક્ષમાં આ ઘટનાઓ ઘણુંખરું થાય છે. ત્યારે આપણા માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે આપણે સેટેલાઈટ, જીપીએસ અને પાવર ગ્રિડ જેવી ઘણી સારી ટેકનીકનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ એક મોટી સૌર જ્વાળા આ તમામ ચીજોને એકવારમાં ગરબડ કરી શકે છે. હવે સવાલ એવો છે કે શું આપણે સૌર જ્વાળાથી થનારી સમસ્યાઓને માટે તૈયાર છીએ.? ડૉ.વૈલેરીવસીલીવે ડિસેમ્બર-૨૦૨૪  માં સાયન્સમાં પ્રકાશિત એક હાલના અભ્યાસમાં ૫૦ હજારથી વધુ તારાઓના ડેટાની તપાસ કરી. આ તારાઓને આશરે ૧૦૦ વર્ષોમાં એક વાર સુપરફ્લેયરનો અનુભવ થાય છે. આ નવા સંશોધને વૈજ્ઞાનિકોને માટે ચિંતા પેદા કરી દીધી છે.

(9:17 PM IST)