<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th December 2024

સંસદભવનમાં સાંસદો વચ્ચે લાતો-મુક્કાનો દૌર:ખુરશીઓ પણ ઉછળી : ભારત પછી આ દેશની સંસદમાં ધમાલ: જુઓ વિડિઓ

વિપક્ષી સાંસદો બળપૂર્વક સંસદમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી :અથડામણમાં કેટલાક સાંસદો ઘાયલ

તાઈવાનની સંસદમાં ભારે હોબાળો થયો હતો. દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના સાંસદોએ સ્પીકરની ખુરશી પર કબજો કરવાનો પ્રયાસ કર્યો. શુક્રવારે રાત્રે વિપક્ષી સાંસદો બળપૂર્વક સંસદમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. આ દરમિયાન બીજી પાર્ટીના સાંસદો પણ સ્પીકરની ખુરશી પાસે પહોંચ્યા હતા.

આ પછી શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો એકબીજા સામે આવી ગયા હતા અને એક જ ક્ષણમાં સંસદ કુસ્તીનો અખાડો બની ગયો હતો. તાઈવાનના અહેવાલો અનુસાર આ અથડામણમાં કેટલાક સાંસદો ઘાયલ પણ થયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
તાઈવાનની સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ધારાસભ્યોએ ગુરુવારે રાત્રે સંસદ પર હુમલો કર્યો હતો. સાંસદોએ બારીઓ તોડી નાખી હતી. સાંસદોએ સ્પીકરની ખુરશી પણ કબજે કરી લીધી હતી.
રાષ્ટ્રવાદી પાર્ટી દ્વારા ત્રણ બિલ રજૂ કરવામાં આવી રહ્યા છે. વિપક્ષે આ ત્રણેય બિલ સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે.

વિપક્ષનું કહેવું છે કે સરકાર બંધારણને નબળું પાડવાનો પ્રયાસ કરી રહી છે. જો આ ત્રણ બિલ પાસ થઈ જશે તો દેશની કોર્ટ લકવાગ્રસ્ત થઈ જશે. કોર્ટ સરકાર વિરુદ્ધ નિર્ણય લઈ શકશે નહીં. તે જ સમયે, રાજ્યો પાસેથી મેળવેલ મોટા ભાગનો ટેક્સ કેન્દ્રના કબજામાં જશે.

એક વિપક્ષી નેતાએ માહિતી આપી હતી કે બિલ પર ચર્ચા થઈ હતી, પરંતુ પક્ષો વચ્ચેના મતભેદો ઉકેલાયા ન હતા.

(9:38 PM IST)