News of Friday, 20th December 2024
ગુજરાત અને રાજસ્થાનમાં ૨૬ ડિસેમ્બરે વરસાદની સંભાવના:૨૫ મેથી દેશનું હવામાન બદલાશે: સ્કાયમેટ
બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું: ઓરિસ્સા અને આંધ્રમાં ભારે વરસાદની શક્યતા

બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું છે. તેની અસરને કારણે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે.
પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તેલંગાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ વરસાદની શક્યતા છે.
પહાડો પર હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. તેની અસરથી ઊંચા પહાડો પર હળવો વરસાદ અને હળવી હિમવર્ષા થશે.
૨૫મી ડિસેમ્બરથી દેશનું હવામાન બદલાવાનું શરૂ થશે.
મધ્યપ્રદેશમાં ૨૫ ડિસેમ્બરે અને ગુજરાત અને રાજસ્થાનમાં ૨૬ ડિસેમ્બરે વરસાદની ગતિવિધિઓ શરૂ થઈ શકે છે.
૨૭ અને ૨૮ ડિસેમ્બરે પંજાબ, હરિયાણા, દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર સુધીના વરસાદની સાથે પર્વતોમાં હિમવર્ષા થશે.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
