News of Friday, 20th December 2024
કાશ્મીર-લદ્દાખમાં ઠંડીના ત્રીજા ડિગ્રીનો ભારે કહેર :પારો ગગડ્યો -24 ડિગ્રી : શિયાળાનું ટ્રેલર જોઈને દિલ્હીવાસીઓ કંપી ઊઠ્યા!
ઠંડીએ જમ્મુ અને કાશ્મીરથી લદ્દાખ સુધી કહેર વર્તાવ્યો :શ્રીનગરનું તાપમાન માઈનસ 6.2 ડિગ્રી સેલ્સિયસ, શોપિયાનું તાપમાન માઈનસ 10 ડિગ્રી અને ઝોજિલાનું તાપમાન માઈનસ 24 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું.

કાશ્મીર અને લદ્દાખમાં દરરોજ પસાર થતા તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ છે. અહીં તાપમાન માઈનસ 6.2 થઈ ગયું છે. જ્યારે ઝોજીલામાં લોહી થીજી જાય તેવું તાપમાન નોંધાયું હતું. ત્યાં તાપમાનનો પારો માઈનસ 24 ડિગ્રી નોંધાયો હતો. એ જ રીતે IMD (હવામાન વિભાગ)ના અધિકારીઓએ જણાવ્યું કે શ્રીનગરમાં આ સિઝનમાં અત્યાર સુધીની સૌથી ઠંડી રાત રહી હતી. કાશ્મીરમાં દિવસેને દિવસે કડકડતી ઠંડીનો કહેર વધી રહ્યો છે. સર્વત્ર લઘુત્તમ તાપમાન શૂન્યથી અનેક ડિગ્રી નીચે ગયું છે
શ્રીનગર શહેરના ઘણા વિસ્તારોમાં ધુમ્મસ હતું અને લઘુત્તમ તાપમાન માઈનસ 6.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સમગ્ર કાશ્મીરમાં રાત્રિનું તાપમાન સામાન્ય તાપમાન કરતાં 5 ડિગ્રી ઓછું રહ્યું હતું.
IMD અનુસાર, આ વર્ષે તીવ્ર ઠંડીનું કારણ અહીં 'લા નીના'ની અસર છે. જેના કારણે અહીંના પ્રખ્યાત દાલ સરોવર સહિત તમામ જળાશયો અને ધોધ થીજી ગયા છે.
આ સાથે જ આખા શહેરની પાણીની પાઈપલાઈન, ઘરોમાં નળ, નદી નાળા પણ ભારે ઠંડીમાં થીજી ગયા છે
દક્ષિણ કાશ્મીરના પર્યટન સ્થળ પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ બે ડિગ્રી સુધી ગગડી ગયું હતું. કેટલીક જગ્યાએ તાપમાનનો પારો માઈનસ 8.2 ડિગ્રી નોંધાયો હતો. વિશ્વ પ્રસિદ્ધ સ્કી રિસોર્ટ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ખીણમાં સૌથી ઠંડું સ્થળ શોપિયાં હતું, જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 10 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કાઝીગુંડમાં માઈનસ 7.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઉત્તર કાશ્મીરના કુપવાડામાં માઈનસ 6.5 ડિગ્રી અને દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં માઈનસ 5.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
