News of Friday, 20th December 2024
ભારતને અસ્થિર કરવાનું ષડ્યંત્ર ભારત જોડો યાત્રા સાથે જોડાયેલી સંસ્થાઓએ રચ્યું હતું
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જ્યારે નક્સલિયોની નવી ભરતી થવામાં મુશ્કેલી આવવા લાગી તો ભારતમાં ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન નું ગઠન રચ્યૂ.

નાગપુર: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં વિપક્ષી ઈડી ગઠબંધને ખોટા નેરેટીવ આક્ષેપો ગઢીને ભાજપા પર હુમલો કર્યો હતો. તેઓએ ગુરુવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ભારત જોડે યાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેમની સાથે જોડાયેલા સંગઠનોએ નેપાલના કાઠમંડુમાં ભારતને અસ્થિર કરવાને માટે બેઠક કરી હતી. આ બેઠક ૧૫ નવેમ્બર-૨૦૨૪ ના રોજ થયેલી. જેમાં સાવિધાનિક સંસ્થાઓની વિરુદ્ધ લોકોના મનમાં શંકાઓ ઊભી કરી દેશમાં સંવિધાનિકના સ્થાને અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચ્યું હતું.
નાગપુરમાં શરૂ વિધાનમંડળના શિયાળુ સત્રમાં રાજયપાલના અભીભાષણ પ્રસ્તાવ પર ચર્ચાના જવાબમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જ્યારે નક્સલિયોની નવી ભરતી થવામાં મુશ્કેલી આવવા લાગી તો ભારતમાં ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન નું ગઠન રચ્યૂ. જેનું નામ અર્બન નક્સલિઝમ છે. અર્બન નક્સલવાદનો જન્મ નિર્વાચન આયોગ, ન્યાયાલય જેવી સાવિધાનિકની વિરુદ્ધ ખોટા નેરેટિવ તૈયાર કરવાને માટે કરવામાં આવી છે, જેથી દેશમાં અરાજકતા ફેલાવી શકાય. તેઓએ કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રામાં ૧૮૬ સંગઠનો સામેલ હતા. જેમાંથી ૪૦ સંગઠનો સક્રીય રીતે ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, કાઠમંડુમાં થયેલ બેઠકમાં મહારાષ્ટ્ર અને અન્ય ભાજપાનીત રાજ્યની સરકારોની વિરુદ્ધ ઇલેક્ટ્રોનિક વોટીંગ મશીન (ઇવીએમ) ની વિરુદ્ધ અભિયાન ચલાવવા પર ચર્ચા થઇ હતી. કોંગ્રેસ-એનસીપી કાર્યકાળમાં રાજ્યના ગૃહ મંત્રી રહેલ આરઆર પાટીલના વિધાનસભામાં આપેલ એક જવાબનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ૨૦૧૨ માં પુણેમાં થયેલ નક્સલ તાલીમ કાર્યક્રમ બાબતે આ સંગઠનોનું નામ ફ્રન્ટલ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલો હોવાનો ખુલાસો કર્યો હતો.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
