<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th December 2024

ભારત વિશ્વની ચોથી મોટી ઇકોનૉમી બનશે :૨૦૨૫ માં જાપાનને પાછળ છોડી દેશે

અમેરિકી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા પછી ટ્રમ્પ કેનેડા-મેક્સિકો અને ચીન પર ભારે ટૈરિફ લગાવી શકે છે. જેનો ભારતને વિદેશ વ્યપારમાં લાભ મળશે.

નવીદિલ્હી: સંભાવના છે કે, ૨૦૨૫ માં જાપાનને પાછળ પાડી ભારત વિશ્વની ચોથી મોટી અર્થ- વ્યવસ્થા બનશે. ખાનગી ક્ષેત્રમાં નિવેશની વધુ તક અને વિશ્વ વ્યાપારમાં મોટી ભાગીદારીથી દેશ ચાર અરબ ડૉલરની ઇકોનૉમી બની શકે છે. કારણ કે, સતત છેલ્લા બે વર્ષોથી વિકાસ દર ૧૦ ટકાથી નીચે રહ્યો છે અને આગામી બજેટમાં પણ તેના ૧૦ ટકાથી નીચે રહેવાની સંભાવના છે. એનો પ્રભાવ ઘરેલું આવક-રોજગારની તકો પર પડશે. એમ છતાં પણ અર્થવ્યવસ્થામાં ઉત્તમ આશાઓ એટલા માટે કરવામાં આવી રહી છે કે, અમેરિકી રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યા પછી ટ્રમ્પ કેનેડા-મેક્સિકો અને ચીન પર ભારે ટૈરિફ લગાવી શકે છે. જેનો ભારતને વિદેશ વ્યપારમાં લાભ મળશે.

અર્થવ્યવસ્થા ત્યારે જ ઊંચાઈ પર જશે જ્યારે નિયૉત અને ખાનગી નિવેશ વધશે. વિદેશી અને ઘરેલુ આર્થિક સ્થિતિ ઉપર પણ ઘણું ખરૂ નિર્ભર  છે, ડૉલરની સરખામણીમાં રૂપિયો નબળો પડતો જાય છે. ભારતીય રિઝર્વ બેન્ક પર વ્યાજ દર ઘટાડવાનું દબાણ રહેશે. ઊંચા વ્યાજ દરે નિયૉતકોને માટે બાધક છે.આવ્યું છે. સૂક્ષ્મ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગોની મદદને માટે વાણિજ્ય અને વિત મંત્રાલય એક સાથે કામ કરી રહ્યું છે. પ્રત્યક્ષ કર સંગ્રહ ૧૬.૪૫ ટકા વધીને રૂ.૧૫.૮૨ કરોડ પર પહોંચ્યો છે. મૌદ્રિક નીતિમાં પરિવર્તન કરવું પડશે. ૮મુ પગાર પંચ આવવાની આશા કરવામાં આવી રહી છે, જેનાથી સરકારી તથા અર્ધસરકારી કર્મચારીઓના પગાર વધશે. આ બાબતમાં કેન્દ્ર ૨૦૨૬મા જ નિર્ણય લેવાનું ઈચ્છશે. ૧૬માં નાણા પંચની આગામી વર્ષના અંત સુધીમાં રિપોર્ટ આવી જશે.તેનાથી કેન્દ્ર અને રાજ્યોના નાણાકીય સંબંધ બદલાઈ શકે છે. ફંડોને લઈને રાજ્ય સરકાર વધારે ભાગીદારીની માંગ કરી રહી છે, જ્યાં સુધી ઉત્પાદનથી જોડાયેલ પ્રોત્સાહન યોજનાની વાત છે ૨૦૨૧-૨૨ અને ૨૦૨૩-૨૦૨૪માં તે મુજબ રૂ.૧૧,૫૩૫ કરોડનું ચૂકવણું કર્યું હતું. કુલ ૧૩ ઉદ્યોગ ક્ષેત્રમાંથી ફક્ત મોબાઇલ ફોનના એકમાત્ર ક્ષેત્રને તેમાંથી ૧/૩ રકમ મળી. સેમીકંડક્ટર ચીપ નિર્માણના ક્ષેત્રમાં પણ મોટી સંભાવના છે, જેમાં હાલ ચીન વિશ્વમાં અગ્રણી ભૂમિકા નિભાવી રહ્યું છે.

(11:45 PM IST)