News of Saturday, 21st December 2024
વાયુસેનાની તાકાત બનશે નવી પેઢીના સુખોઈ-૩૦ વિમાન
મંત્રાલયે ૧૨ ડિસેમ્બરે એચએએલ સાથે રૂ.૧૩,૫૦૦ કરોડના કરાર કર્યો હતા. તેમાં લડાકૂ વિમાનોની સાથે સ્પેરપાટૅનો કરાર પણ સામેલ છે.

નવીદિલ્હી: ભારતીય વાયુસેનાના બેડામાં નવા સુખોઈ-૩૦ લડાકૂ વિમાન સામેલ થશે ભારતીય કંપની હિન્દુસ્તાન એયરોનૉટિક્સ લિમિટેડ (એચએએલ) એપ્રિલ-૨૦૨૭ થી તેની આપૂર્તિ શરૂ કરશે. સંરક્ષણ મંત્રાલયે હાલમાં ૧૨ વીમાનોને માટે ઓર્ડર આપ્યો છે.
સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલ અધિકારીઓ અનુસાર મંત્રાલયે ૧૨ ડિસેમ્બરે એચએએલ સાથે રૂ.૧૩,૫૦૦ કરોડના કરાર કર્યો હતા. તેમાં લડાકૂ વિમાનોની સાથે સ્પેરપાટૅનો કરાર પણ સામેલ છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી આત્મનિર્ભર ભારત અભિયાનને ગતિ મળશે. જાણકારી અનુસાર, સુખોઈ-૩૦ વિમાનોની સમય પર આપૂર્તિને માટે એલએએલ એ નાસિક યુનિટમાં કામ શરૂ કરવામાં આવ્યું છે.
વર્ષ-૧૯૬૪માં શરૂ થયેલ આ યુનિટને લડાકૂ વિમાનોના એમઆઈજી વેરિઅંટ અને સુખોઈ-૩૦ વિમાન બનાવવાનું લાઇસન્સ છે. ભારત સરકાર આ વિમાનને અપડેટ કરવામાં પણ રૂ.૬૫ હજાર કરોડ ખર્ચ કરશે. વાયુસેના પાસે આશરે ૨૬૦ સુખોઈ-૩૦ વિમાનોનો મોટો બેડો છે. વાયુસેનાને મળેલ અગાઉ ૫૦ સુખોની વિમાન સીધા રશિયાથી આવ્યા હતા. હવે તેનું નિર્માણ એચએએલ માં શરૂ થયું હતું. સપ્ટેમ્બરમાં સંરક્ષણ મંત્રાલયે વિમાનમાં ઉપયોગ થનાર ૨૪૦ એયરો ઈન્જિનના નિર્માણને માટે રૂ્૨૬ હજાર કરોડનો કરાર કર્યો હતો.
(12:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
