<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

બુલિયન માર્કેટમાં મંદીનો દોર યથાવત :સોનામાં 170 રૂપિયા અને ચાંદીમાં 1850નો જબરો કડાકો

ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડાનો માહોલ

મુંબઈ : ભારતીય બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 170 ઘટી રૂપિયા 78,130 રહ્યા છે. જ્યારે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 1,850 ઘટી રૂપિયા 88,150 રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવોએ ઔંસદીઠ 2,600 ડોલર આસપાસ કામ કરતા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખાતે સોનાનો ભાવ ફેબ્રુઆરી માટેનો વાયદો રૂપિયા 50 એટલે કે 0.07 ટકા ગગડી રૂપિયા 75,701 રહ્યો હતો.જ્યારે માર્ચ મહિના માટેનો વાયદો રૂપિયા 647 એટલે કે 0.74 ટકા ઘટી રૂપિયા 86,540 રહ્યો હતો.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 2,000 ઘટી રૂપિયા 86,000 રહ્યો હતો. જ્યારે અમદાવાદ સોનું (99.9) 10 ગ્રામનો ભાવ રૂપિયા 200 ઘટી રૂપિયા 78,300 જ્યારે અમદાવાદ સોનુ (99.5) રૂપિયા 200 ઘટી રૂપિયા 78,100 રહ્યો હતો.

(12:02 AM IST)