News of Saturday, 21st December 2024
સંજય રાઉતના બંગલાની બહાર બે લોકો કરતાં હતા રેકી :પોલીસ દ્વારા બંગલાના CCTV કૅમેરાના ફૂટેજની તપાસ
કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનની એક ટીમ બંગલા પર પહોંચી અને તપાસ શરૂ કરી:ફુટેજમાં એક ટુ-વ્હીલર પર બે શકમંદો દેખાય છે

મુંબઈ પોલીસે શહેરના ભાંડુપ વિસ્તારમાં શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતના બંગલાની કથિત રીતે રેકી કરનાર મોટરસાઈકલ પર સવાર બે શખ્સોએ તપાસ શરૂ કરી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સવારે 9 વાગ્યાની આસપાસ સંજય રાઉતના `મૈત્રી` બંગલાની બહાર બની હતી.
પીટીઆઈના જણાવ્યા અનુસાર, "બે માણસો ટુ-વ્હીલર પર આવ્યા હતા અને સંજય રાઉતના બંગલાની બહાર થોડો સમય રોકાઈ ગયા હતા અને તે બાદ ત્યાંની નીકળી ગયા હતા," એમ તેમણે જણાવ્યું હતું. પીટીઆઈના જણાવ્યા મુજબ, બંગલાની બહાર રાહ જોઈ રહેલા કેટલાક લોકોએ બે શકમંદોને જોયા અને શિવસેના (યુબીટી) સાંસદના નાના ભાઈ અને સ્થાનિક ધારાસભ્ય સુનીલ રાઉતને જાણ કરી, એમ તેમણે જણાવ્યું હતું.
આ ઘટના બાદ ત્યાર બાદ તરત જ પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે કાંજુરમાર્ગ પોલીસ સ્ટેશનની એક ટીમ બંગલા પર પહોંચી અને તપાસ શરૂ કરી. "પોલીસ બંગલાના સીસીટીવી કૅમેરાના ફૂટેજની તપાસ કરી રહી છે, જેમાં એક ટુ-વ્હીલર પર બે શકમંદો દેખાય છે," તેમણે કહ્યું. એવી શંકા છે કે આ બન્નેએ રેકી કરી હતી. આથી તેમના અને તેમના વાહન વિશે માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
