<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

બાંગ્‍લાદેશે હિન્‍દુઓ પર ક્રૂરતાના મામલે પાકિસ્‍તાનને પાછળ છોડી દીધું

વર્ષે ૮ ડિસેમ્‍બર સુધી બાંગ્‍લાદેશમાં હિંદુઓ અને અન્‍ય લઘુમતીઓ વિરૂધ્‍ધ હિંસાના ૨,૨૦૦ કેસ નોંધાયા

નવી દિલ્‍હી, તા.૨૧: બાંગ્‍લાદેશે લઘુમતી હિંદુઓ વિરુદ્ધ ક્રૂરતાના મામલામાં પાકિસ્‍તાનને પાછળ છોડી દીધું છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે આ વર્ષે ૮ ડિસેમ્‍બર સુધી બાંગ્‍લાદેશમાં હિંદુઓ અને અન્‍ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાના ૨,૨૦૦ કેસ નોંધાયા છે. આમાંના મોટા ભાગના મામલા શેખ હસીના સરકારને ઉથલાવીને રચવામાં આવેલી વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન બન્‍યા છે. જ્‍યારે ઓક્‍ટોબર ૨૦૨૪ સુધીમાં પાકિસ્‍તાનમાં ૧૧૨ કેસ નોંધાયા હતા.

વિદેશ રાજ્‍ય મંત્રી કીર્તિવર્ધન સિંહે લઘુમતી અને માનવાધિકાર સંગઠનોના ડેટાને ટાંકીને લોકસભામાં લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. ૨૦૨૨માં આવી ઘટનાઓ બાંગ્‍લાદેશમાં ૪૭ અને પાકિસ્‍તાનમાં ૨૪૧ હતી. જ્‍યારે ૨૦૨૩માં બાંગ્‍લાદેશમાં ૩૦૨ અને પાકિસ્‍તાનમાં ૧૦૩ ઘટનાઓ બની હતી. લઘુમતી હિંદુઓ સામેની હિંસા બાંગ્‍લાદેશ અને પાકિસ્‍તાન સુધી મર્યાદિત છે. ઉલ્લેખનીય છે કે આ આંકડા પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે છે.

બાંગ્‍લાદેશમાં હિંદુઓ અને લઘુમતીઓ પરના અત્‍યાચારો વચ્‍ચે વચગાળાની સરકારના વડા મોહમ્‍મદ યુનુસે દુશ્‍મનને ગળે લગાવવાની પહેલ કરી છે. યુનુસે પાકિસ્‍તાનને ઇસ્‍લામાબાદ સાથેના સંબંધોને આગળ વધારવા માટે ઢાકાને મદદ કરવા માટે ૧૯૭૧ના મુદ્દાઓ ઉકેલવા કહ્યું છે. ૧૯૭૧ની મુક્‍તિ ચળવળ પછી જ બાંગ્‍લાદેશને પાકિસ્‍તાનથી આઝાદી મળી હતી.

બાંગ્‍લાદેશની સરકારી સમાચાર એજન્‍સી BSS અનુસાર, યુનુસે શુક્રવારે કૈરોમાં તેમના પાકિસ્‍તાની સમકક્ષ શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વેપાર, વાણિજ્‍ય, સાંસ્‍કળતિક અને રમતગમતના પ્રતિનિધિમંડળના આદાન-દાન દ્વારા પરસ્‍પર સંબંધોને મજબૂત કરવા સંમત થયા હતા. યુનિસ અને શાહબાઝ ડી-૮ કોન્‍ફરન્‍સ દરમિયાન મળ્‍યા હતા. આ દરમિયાન યુનુસે શાહબાઝને ૧૯૭૧ના મુદ્દાને કાયમ માટે ખતમ કરવાની અપીલ કરી હતી.

બાંગ્‍લાદેશ સરકારના મુખ્‍ય સલાહકારે કહ્યું કે, આ મુદ્દો વારંવાર સામે આવે છે. ચાલો આગળ વધવા માટે આનું સમાધાન કરીએ. બીએસએસ અનુસાર, શહેબાઝે કહ્યું કે શરીફે કહ્યું કે ૧૯૭૪ માં બાંગ્‍લાદેશ, પાકિસ્‍તાન અને ભારત વચ્‍ચે થયેલા ત્રિપક્ષીય કરાર દ્વારા મુદ્દાઓનું સમાધાન કરવામાં આવ્‍યું હતું. પરંતુ, જો કોઈ સમસ્‍યા રહે છે, તો અમે તેની તપાસ કરીશું. યુનુસ અને શાહબાઝે સાઉથ એશિયન એસોસિયેશન ફોર કોઓપરેશન (SAARC)ને ફરીથી સક્રિય કરવાના મુદ્દા પર પણ ચર્ચા કરી.

તમને જણાવી દઈએ કે ૧૯૭૧ના બાંગ્‍લાદેશ મુક્‍તિ આંદોલન પછી, ભારત, પાકિસ્‍તાન અને બાંગ્‍લાદેશે ૧૯૭૪માં નવી દિલ્‍હીમાં ત્રિપક્ષીય કરાર પર હસ્‍તાક્ષર કર્યા હતા. આમાં ડિસેમ્‍બર ૧૯૭૧થી ભારતીય છાવણીઓમાં બંધ પાકિસ્‍તાની યુદ્ધ કેદીઓને પરત લાવવા અને બંને દેશોમાં ફસાયેલા લોકોના પુનર્વસન સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે.(

(9:42 AM IST)