<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

એક ફૂલ દો માલીઃ એક મહિલાને છે બે પતિ : બંનેના નામના પહેરે છે મંગળસૂત્ર

મહિલાનું કહેવું છે કે, આ બંને તેના પતિ છે તે એક જ ઘરમાં બંને સાથે રહે છે : મહિલાના ગળામાં બે મંગળસૂત્ર પણ છે

દેવરિયા, તા.૨૧: તમે અરમાન મલિકનું નામ તો સાંભળ્‍યું હશે. બિગ બોસમાં આવ્‍યા બાદ અરમાન મલિકને ઘરે ઘરે લોકો ઓળખવા લાગ્‍યા છે. બે પત્‍નીઓ રાખવાથી અરમાન મલિક લોકોની નજરમાં આવી ગયો. હવે ઉત્તર દેશના દેવરિયામાં ફીમેલ અરમાન મલિક સામે આવી છે. આ મહિલાનું કહેવું છે કે, તે એક સાથે બે પતિઓ સાથે રહે છે. મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

ભારતમાં લગ્નને જિંદગીનો મહત્‍વનો ભાગ માનવામાં આવે છે. હિન્‍દુ ધર્મમાં લગ્ન સાત જન્‍મોનું બંધન માનવામાં આવે છે. હિન્‍દુ ધર્મના કાયદા અનુસાર, દરેક માણસ એક લગ્ન કરી શકે છે. પણ દેવરિયામાં રહેતી એક મહિલાએ આ નિયમોને ઠેંગો બતાવતા એક સાથે બે લગ્ન કર્યા છે. એટલું જ નહીં મહિલા એક જ ઘરમાં એક સાથે બે પતિઓ સાથે રહે છે. મહિલાનો વીડિયો જ્‍યારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્‍યો તો, જોતજોતામાં વાઇરલ થઈ ગયો.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો અનુસાર, મહિલા દેવરિયાની રહેવાસી છે. માંગમાં સિંદૂર ભરી આ મહિલાની આજુબાજુમાં બે શખ્‍સો દેખાઈ રહ્યા છે. મહિલાનું કહેવું છે કે, આ બંને તેના પતિ છે. તે એક જ ઘરમાં બંને સાથે રહે છે. મહિલાના ગળામાં બે મંગળસૂત્ર પણ છે. તેણે જણાવ્‍યું કે, તે દરેક પતિના નામે અલગ અલગ મંગળસૂત્ર ગળામાં પહેરે છે.

વીડિયોમાં જ્‍યારે મહિલાને પૂછવામાં આવ્‍યું કે, તે એક સાથે બે પતિઓ સાથે કેવી રીતે રહી શકે છે. તો મહિલાએ આરામથી જવાબ આપ્‍યો કે તે મેનેજ કરી લે છે. જો કે, વીડિયો શેર કર્યા બાદ કેટલાય લોકો તેના પર કોમેન્‍ટ કરી રહ્યા છે કે અને મહિલાનો ઉધડો લીધો હતો.

કેટલાય લોકો તેને ફીમેલ અરમાન મલિક કહી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, મહિલાની વાતોમાં કેટલી સચ્‍ચાઈ છે. તેની ખબર નથી. કેટલાય લોકોનું માનવું છે કે, માત્ર વાઇરલ થવા માટે આ લોકો ઢોંગ કરી રહ્યા છે. હકીકતમાં મહિલાના બે લગ્ન થયા નથી.

(9:42 AM IST)