News of Saturday, 21st December 2024
ફી બાકી હોવાથી સંચાલકોએ વિદ્યાર્થીઓને અંધારા રૂમમાં બંધ કરી દીધા

બેંગલુરુઃ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી મોંધીદાટ ફી ઉઘરાવતી શાળાઓની મનમાનીના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. એવામાં બેંગલુરુની એક શાળાએ કથિત રીતે શિક્ષણ જગતને કલંક લગાવે તેવું કળત્ય કર્યું હતું. અહેવાલ મુજબ શાળાના સંચાલકોએ ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીઓને કલાકો સુધી એક અંધારા રૂમમાં બંધ કરી દીધા હતાં. જેને કારણે બાળકોના માનસિક પીડા પહોંચી હતી. રોષે ભરાયેલા વાલીઓએ શાળમાં દેખાવો કર્યા હતાં, અને સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
કથિત રીતે શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને એવી પણચેતવણી આપી છે કે જો તેઓ ફરિયાદ નોંધાવશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. અહેવાલો અનુસાર, આ એક માત્ર કેસ નથી. શહેરની કેટલીક ખાનગી શાળાઓ કથિત રીતે ફી ભરવામાં વિલંબ કરવા અને ગેરવર્તણૂકની સજા આપવા વિદ્યાર્થીઓને અંધારા રૂમમાં બંધ કરી દે છે. અમુક કિસ્સાઓમાં, વિદ્યાર્થીઓને ફી ન ચૂકવવા બદલ વર્ગના કલાકો દરમિયાન અંધારાવાળી લાઇબ્રેરીમાં બંધ કરી દેવામાં આવ્યા હતાં.
આવા બનાવો સામે શિક્ષણ વિભાગ અને બાળ સુરક્ષા અને સંરક્ષણ વિભાગને ઔપચારિક ફરિયાદો કરવામાં આવી છે. વાલીઓ આવી શાળાઓના લાઇસન્સ રદ કરવા અને તેમને બ્લેકલિસ્ટ કરવા સહિત ઝડપી કાર્યવાહીની માંગ કરી રહયાં છે. વાલીઓ દલીલ કરી રહયા છે કે આવા શિક્ષાત્મક પગલાં તેમના બાળકોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.(૨૩.૨)
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
