News of Saturday, 21st December 2024
રાત્રે સૂતા પહેલા ખાઇ લો એક જાદુઇ ગોળી! ૮ દિવસમાં પાઇલ્સથી મળશે છુટકારો
પાઇલ્સનો ઇલાજ કરવા માગતા હોય તો તમારા ખાન-પાન અને લાઇફસ્ટાઇલમાં બદલાવ કરો. ફાઇબરથી ભરપૂર ફૂડનું સેવન કરો, પાણી વધારે પીવો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, લાંબા સમય સુધી એક જગ્યાએ ન બેસો અને કેટલાક દેશી નુસખાનું સેવન કરો તો તમે સરળતાથી આ બીમારીને કંટ્રોલ કરી શકો છો

નવી દિલ્હી, તા.૨૧: પાઇલ્સ એક એવી બીમારી છે જે ગટ હેલ્થમાં ખરાબીના કારણે પેદા થાય છે. કબજિયાતના કારણે એનસ પર દબાણ પડે છે અને નસોમાં સોજો આવે છે. આ બીમારી પેદા થવા પાછળ ખરાબ ડાયટ પણ જવાબદાર છે.
પાઇલ્સ એક એવી બીમારી છે જે ગમે ત્યારે ગમે તે ઉંમરમાં પરેશાન કરી શકે છે. આ એક એવી હેલ્થ પ્રોબ્લેમ છે જેમાં એનસની આસપાસની નસોમાં સોજો અને દુઃખાવાની ફરિયાદ રહે છે. આ બીમારી માટે ઘણા કારણ જવાબદાર હોઈ શકે છે, જેમાં કબજિયાત સૌથી મોટું કારણ છે. કબજિયાતના કારણે એનસ પર દબાણ પડે છે અને નસોમાં સોજો આવે છે. આ બીમારી પેદા થવા પાછળ ખરાબ ડાયટ પણ જવાબદાર છે.
ડાયટમાં ફાઇબરની ઉણપ હોવાથી પાચન સારી રીતે કામ નથી કરતું અને કબજિયાતની સમસ્યા વધી જાય છે તથા પાઇલ્સની સંભાવના વધી જાય છે. પાઇલ્સની બીમારી માટે કેટલાક અન્ય કારણો પણ જવાબદાર હોય છે, જેમ કે વધતી મેદસ્વીતા, લાંબા સમય સુધી બેસી રહેવું, પ્રેગ્નેન્સી, આનુવંશિક કારણ, વારંવાર ઝાડા થવા, ભારે વજન ઉપાડવું, ઉંમર વધવી અને લાઇફસ્ટાઇલ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પાઇલ્સની બીમારી વાત, પિત્ત અને કફ રોગ વધવાથી થાય છે. આ બીમારી માટે ખરાબ ડાયટ ખૂબ જ જવાબદાર છે. ડાયટમાં વિપરીત આહારનું સેવન કરવાથી કબજિયાતની બીમારી થાય છે. કબજિયાતના કારણે પાઇલ્સની સમસ્યા પેદા થાય છે. કબજિયાતના કારણે મળ આંતરડામાં સડવા લાગે છે અને ઇન્ફેક્શનનું કારણ બને છે.
પાઇલ્સનો ઇલાજ કરવા માગતા હોય તો તમારા ખાન-પાન અને લાઇફસ્ટાઇલમાં બદલાવ કરો. ફાઇબરથી ભરપૂર ફૂડનું સેવન કરો, પાણી વધારે પીવો, રેગ્યુલર એક્સરસાઇઝ કરો, લાંબા સમય સુધી એક જગ્યાએ ન બેસો અને કેટલાક દેશી નુસખાનું સેવન કરો તો તમે સરળતાથી આ બીમારીને કંટ્રોલ કરી શકો છો.
આયુર્વેદ અનુસાર, પાઇલ્સ એક એવી બીમારી છે જે એવી બીમારી છે જે ગટ હેલ્થમાં ખરાબીના કારણે પેદા થાય છે. એનસમાં મસ્સા મોટાભાગના લોકોને થાય જ્યારે ગટ હેલ્થ ખરાબ થાય છે તો આ મસામાં ઇન્ફેક્શન થવા લાગે છે અને પાઇલ્સના લક્ષણ દેખાવા લાગે છે.
રસોત એટલે કે રસવતી એક કાળા રંગની ઔષધિ છે જે પાઇલ્સનો ઇલાજ કરવાની રામબાણ દવા છે. આયુર્વેદિક જડીબુટ્ટી રસોતને બજારથી ખરીદી લાવો અને તેને સાફ કરી લો. હવે ૫૦ ગ્રામ રસોતને એક ફ્રાઇ પેનમાં નાખો અને તેમાં ૨૫૦ ગ્રામ દૂધ ભેળવો અને થોડું પાણી નાખીને સારી રીતે મિક્સ કરો. થોડીવાર ઉકાળ્યા પછી રસોતનો માવો બની જાય છે, તમે આ મિશ્રણની નાની-નાની ગોળી બનાવી લો. જે લોકોને પાઇલ્સની સમસ્યા છે તે રોજ રાત્રે સૂતા પહેલા એક ગોળી ખાઇ લે. ખાલી ૮ દિવસ આ ગોળી ખાવાથી પાઇલ્સના લક્ષણો કંટ્રોલ થવા લાગશે. પાઇલ્સને કંટ્રોલ કરવા માટે તમે આ દવાને રોજ ૮ દિવસ સુધી ખાશો તો તમને ફાયદો થશે.
આ મેજિક ગોળીને રોજ ખાવાથી પેટનું ઇન્ફેક્શન કંટ્રોલમાં આવે છે. તેને ખાવાથી કબજિયાતની બીમારી કંટ્રોલમાં રહે છે. આ ગોળી ખાવાથી બોડીમાં કોઈપણ -કારની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી થતી. આ ગોળી ખાવાથી આંતરડામાં જમા મળ સંપૂર્ણ રીતે બહાર નીકળી જાય છે અને ઇન્ફેક્શનથી બચાવ થાય છે. જો કે ગોળી લેતા પહેલા ડોકટરની સલાહ લ્યો.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
