<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પેરાસિટામોલ બહુ

સલામત નથી ! હૃદય, પેટ અને ઘૂંટણની ગંભીર બીમારીઓ થઈ શકે છે : અભ્‍યાસમાં ખુલાસો પેરાસીટામોલને સૌથી સલામત દવા માનવામાં આવે છે, પરંતુ તે ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે જોખમી છે

નવી દિલ્‍હી, તા.૨૧: પેરાસીટામોલની ગોળીઓનો ઉપયોગ તાવ અને દુખાવામાં રાહત આપવા માટે થાય છે. આ દવાને સૌથી સલામત ગણવામાં આવે છે અને જ્‍યારે જરૂર પડે ત્‍યારે લોકો તેનો ઉપયોગ કરે છે. ઘણા લોકો ડૉક્‍ટરની સલાહ વિના પણ પેરાસિટામોલ લેવાનું શરૂ કરે છે. જો કે, પેરાસીટામોલ પણ તમામ ઉંમરના લોકો માટે સલામત ગણી શકાય નહીં. બ્રિટનમાં થયેલા એક અભ્‍યાસમાં આ વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જો ૬૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો પેરાસિટામોલનો વધુ પડતો ઉપયોગ કરે છે, તો તેમને હૃદય, પેટ અને ઘૂંટણની ગંભીર બીમારીઓ થઈ શકે છે.

યુકેની નોટિંગહામ યુનિવર્સિટીના સંશોધકોએ આ અભ્‍યાસ હાથ ધર્યો છે, જેમાં જાણવા મળ્‍યું છે કે વળદ્ધોમાં પેરાસિટામોલનો વારંવાર ઉપયોગ એટલો સલામત નથી જેટલો અગાઉ માનવામાં આવતો હતો. આ અભ્‍યાસ ૬૫ વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો પર કેન્‍દ્રિત છે. એવું જાણવા મળ્‍યું હતું કે પેરાસિટામોલનું સતત સેવન વળદ્ધોમાં ગેસ્‍ટ્રોઇન્‍ટેસ્‍ટાઇનલ, હૃદય અને કિડની સંબંધિત મુશ્‍કેલીઓનું જોખમ વધારી શકે છે. લાંબા ગાળાના દુઃખાવા અને સંધિવાથી પીડાતા દર્દીઓ પીડામાંથી રાહત મેળવવા માટે વારંવાર પેરાસિટામોલની ગોળીઓનો ઉપયોગ કરે છે, પરંતુ આમ કરવાથી તેમના હૃદય અને કિડની પર નકારાત્‍મક અસર પડે છે.

ઞ્જ શું ડાયાબિટીસ સંપૂર્ણપણે દૂર થઈ શકે છે?

ઞ્જ શું ડાયાબિટીસને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે આગળ જુઓ...

આ અભ્‍યાસ દર્શાવે છે કે વળદ્ધો પહેલાથી જ ડ્રગ-સંબંધિત ગૂંચવણો પ્રત્‍યે વધુ સંવેદનશીલ હોય છે. આવી સ્‍થિતિમાં પેરાસિટામોલનો વધુ પડતો ઉપયોગ કરવામાં સાવધાની રાખવી જોઈએ. આ દવા અસ્‍થિવા જેવા રોગોની સારવાર માટે આપવામાં આવે છે, પરંતુ તેનો સતત ઉપયોગ ગંભીર જોખમોનું કારણ બની શકે છે. નિષ્‍ણાતો માને છે કે લાંબા સમય સુધી પેરાસિટામોલ દવા લેવાથી પેપ્‍ટીક અલ્‍સર, હાર્ટ ફેલ્‍યોર, હાઈ બ્‍લડ -ેશર અને ક્રોનિક કિડની ડિસીઝનું જોખમ પણ વધી શકે છે. આ દવા હળવા પેઇનકિલર તરીકે કામ કરે છે, તેથી ઘૂંટણના દુખાવા માટે તેનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઇએ.

આ અભ્‍યાસના મુખ્‍ય લેખક અને નોટિંગહામ યુનિવર્સિટીના પ્રોફેસર વેયા ઝાંગ કહે છે કે આ અભ્‍યાસના પરિણામોની પુષ્ટિ કરવા માટે વધુ સંશોધનની જરૂર છે. જો કે, પેરાસીટામોલની પીડામાંથી રાહત આપવાની ક્ષમતા ઓછી છે અને વળદ્ધોમાં, અસ્‍થિવા જેવા રોગો લાંબા સમય સુધી ચાલે છે. આવી સ્‍થિતિમાં, ઘૂંટણના દુઃખાવાની સારવાર માટે પેરાસિટામોલનો ઉપયોગ પ્રથમ વિકલ્‍પ તરીકે કરવો જોઈએ કે નહીં તે અંગે વિચારણા કરી શકાય છે. વળદ્ધોમાં દવાઓનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ અને સારવારના અન્‍ય વિકલ્‍પો પણ ધ્‍યાનમાં લેવા જોઈએ, જે ઓછા જોખમી હોઈ શકે છે.

(12:09 PM IST)