News of Saturday, 21st December 2024
આવકવેરા વિભાગે કાશ્મીરથી દુબઈ સુધી ફેલાયેલા હવાલા નેટવર્કનો પર્દાફાશ કર્યો : ૮૦૦ કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો
વિભાગે કાશ્મીરમાં રૂ.૫૦ કરોડથી વધુની પ્રોપર્ટી ડીલ સાથે સંબંધિત દસ્તાવેજો અને રૂ.૧ કરોડથી વધુની રોકડ પણ જપ્ત કરી છે : આ નેટવર્કમાં રિયલ એસ્ટેટ અને કાશ્મીરી હસ્તકલા સાથે સંકળાયેલા કેટલાક લોકો સામેલ છે

શ્રીનગર, તા.૨૧: કાશ્મીરથી દુબઈ સુધી રિયલ એસ્ટેટ અને કાશ્મીરી હસ્તકલા સાથે સંકળાયેલા કેટલાક લોકોના હવાલા નેટવર્કની તપાસ કરતી વખતે, આવકવેરા વિભાગે રૂ. ૮૦૦ કરોડના રોકાણો શોધી કાઢયા છે. આ સિવાય કાશ્મીરમાં ૫૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોપર્ટી ડીલ સાથે જોડાયેલા દસ્તાવેજો અને ૧ કરોડ રૂપિયાથી વધુની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે.
નોંધનીય છે કે આવકવેરા વિભાગે બુધવારે શ્રીનગરમાં એક પ્રખ્યાત કાર્પેટ બિઝનેસમેન સહિત ત્રણ લોકોના ઘર અને ઓફિસની તપાસ કરી હતી. આ દરમિયાન મુંબઈ અને દિલ્હીમાં કેટલાક સ્થળોએ સર્ચ પણ કરવામાં આવ્યું હતું.
સંબંધિત અધિકારીઓએ જણાવ્યું હતું કે બુધવારની તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે કાશ્મીરમાંથી રોકડ હવાલા વ્યવહારો થઈ રહ્યા છે અને તેના દ્વારા દુબઈ અને સંયુક્ત આરબ અમીરાતમાં પ્રોપર્ટીમાં રોકાણ કરવામાં આવી રઅયું છે.
કાશ્મીરમાં તપાસ દરમિયાન ૫૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોપર્ટી ડીલના ધિરાણ સંબંધિત દસ્તાવેજી પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧ કરોડથી વધુની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી ઈક્રમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ અને બ્લેક મની એક્ટ, ૨૦૧૫ હેઠળ કરવામાં આવી રહી છે.
હવાલા એટલે એજન્ટો દ્વારા એક દેશમાંથી બીજા દેશમાં નાણાં ટ્રાન્સફર. આ રીતે, તે પૈસાની લેવડદેવડની એક ગેરકાયદેસર રીત છે જેને ‘‘હુન્ડી‘‘ પણ કહેવામાં આવે છે, ભારતમાં હવાલા કારોબારનું કદ દર વર્ષે ૨૦ થી ૨૫ અબજ ડોલર છે એક રીતે છુપાયેલ છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
