News of Saturday, 21st December 2024
પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો : ૧૬ સૈનિકોના મોત : ૭થી વધુ ઘાયલ
હુમલો દક્ષિણ વજીરિસ્તાનના માકિનના લિટા સર વિસ્તારમાં પાકિસ્તાનની સુરક્ષા ચોકી પર થયો છે

કરાંચી, તા.૨૧: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મોટો હુમલો થયો છે. આ હુમલામાં ૧૬ જવાનોના મોત થયા છે જ્યારે ૮ ઘાયલ હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ હુમલો દક્ષિણ વજીરિસ્તાનના માકિનના લિટા સર વિસ્તારમાં પાકિસ્તાનની સુરક્ષા ચોકી પર થયો છે. આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
જો કે હાલમાં કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. ખૈબર પખ્તુનખ્વા એવો વિસ્તાર છે જ્યાં અવારનવાર હુમલા થતા રહે છે. અહીંની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. પાકિસ્તાન આ હુમલાઓ માટે તહરીક-એ-તાલિબાન (TTP)ને જવાબદાર ઠેરવી રહ્યું છે. સાથે જ એવો આરોપ પણ લગાવી રહ્યું છે કે અફઘાન તાલિબાન સરકાર અફઘાનિસ્તાનમાં TTP લડાકોને આશ્રય આપી રહી છે.
હાલમાં જ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના મુખ્યમંત્રી અલી અમીન ગંદાપૂરે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં હાજર તાલિબાન સરકાર સાથે વાતચીત જ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા જાળવી રાખવાનો એકમાત્ર રસ્તો છે. અલી અમીનને ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા માનવામાં આવે છે.
(3:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
