News of Saturday, 21st December 2024
કુવૈતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું રેડ કાર્પેટ સ્વાગત:43 વર્ષ પછી PMની ઐતિહાસિક મુલાકાત
એરપોર્ટ પર ભવ્ય સ્વાગત : મોદી-મોદી’ના નારા પણ લાગ્યા: હાથમાં ત્રિરંગો લઈને અભિવાદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઐતિહાસિક મુલાકાતે કુવૈત પહોંચ્યા છે. એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીયોએ તેમનું ત્રિરંગા ધ્વજ સાથે સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ‘મોદી-મોદી’ના નારા પણ લાગ્યા હતા. કુવૈતની રાજધાની કુવૈત શહેરમાં મોટી સંખ્યામાં ભારતીયો હાથમાં ત્રિરંગો લઈને પીએમ મોદીની રાહ જોઈ રહ્યા હતા. તે આવતાની સાથે જ લોકોએ તાળીઓ પાડીને તિરંગો લહેરાવીને તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ સ્મિત સાથે સૌનું અભિવાદન સ્વીકાર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા હતા, જ્યાં તેઓ કુવૈતના નેતાઓ સાથે વાતચીત કરશે અને ભારતીય પ્રવાસીઓને મળશે. PM મોદી કુવૈતના અમીર શેખ મિશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે. 43 વર્ષ બાદ કોઈપણ ભારતીય વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત છે. મુલાકાત દરમિયાન મોદી કુવૈતના નેતૃત્વ સાથે ચર્ચા કરશે અને ભારતીય સમુદાયને મળશે. પશ્ચિમ એશિયાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની આ મુલાકાતને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
કુવૈત જતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કુવૈતના ટોચના નેતૃત્વ સાથેની તેમની વાતચીત ભારત અને કુવૈત વચ્ચે ભાવિ ભાગીદારી માટે રોડમેપ તૈયાર કરવાની તક હશે. તેમણે કહ્યું, 'અમે કુવૈત સાથેના ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપીએ છીએ જે પેઢીઓથી ચાલુ છે. અમે માત્ર મજબૂત વેપાર અને ઉર્જા ભાગીદારો નથી, પરંતુ પશ્ચિમ એશિયાના ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિમાં પણ અમારા સમાન હિત છે.' કુવૈતના વડા પ્રધાન.
પીએમ મોદી પહેલા 1981માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કુવૈત ગયા હતા. એરપોર્ટ પર મોદીનું રેડ કાર્પેટ સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય મૂળના લોકોએ વડાપ્રધાન મોદી માટે કથકલી નૃત્ય રજૂ કર્યું હતું. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, ઊર્જા, હાઈડ્રોકાર્બન, સંરક્ષણ સંબંધો પર વાતચીત થશે. આ વર્ષે 12 જૂને કુવૈતમાં એક લેબર કેમ્પમાં આગ લાગી હતી, જેમાં 50 લોકો દાઝી ગયા હતા. જેમાંથી 45 ભારતીય હતા. પીએમ મોદી પણ આ કેમ્પની મુલાકાત લેશે. આ સાથે તેઓ 'હાલા મોદી' કાર્યક્રમમાં ભારતીય મૂળના 5 હજાર લોકોને સંબોધિત કરશે
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
