<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st December 2024

ઓસ્ટ્રેલિયાની લેબમાંથી વાઈરસના 323 સેમ્પલ ગાયબ: મોટો ખળભળાટ :કોરોના કરતા 100 ગણા વધુ ખતરનાક

ક્વીન્સલેન્ડના આરોગ્ય પ્રધાન ટિમ નિકોલ્સે કહ્યું- લેબમાંથી જીવંત વાયરસના 323 નમૂનાઓ ગુમ થયા જેમાં હેન્ડ્રા વાયરસના લગભગ 100 સેમ્પલ અને લસા વાયરસના 223 સેમ્પલ સામેલ :આ તમામ વાયરસ મનુષ્ય માટે અત્યંત ઘાતક

નવી દિલ્હી: ભલે કોરોના વાયરસ (કોવિડ 19) હવે ઈતિહાસની વાત બની ગયો છે, પરંતુ આજે પણ આ મહામારીને યાદ કરીને દુનિયા ડરી જાય છે. ઘણા અહેવાલો સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ મહામારી ચીનના વુહાન શહેરની એક લેબથી આખી દુનિયામાં ફેલાઈ છે. વાયરસ સંબંધિત વધુ એક ડરામણી માહિતી સામે આવી છે. હકીકતમાં ઓસ્ટ્રેલિયાની લેબોરેટરીમાંથી ખતરનાક વાયરસના સેંકડો સેમ્પલ ગાયબ છે.

   ક્વીન્સલેન્ડના આરોગ્ય પ્રધાન ટિમ નિકોલ્સે જણાવ્યું હતું કે લેબમાંથી જીવંત વાયરસના 323 નમૂનાઓ ગુમ થયા છે. જેમાં હેન્ડ્રા વાયરસના લગભગ 100 સેમ્પલ, હંતા વાયરસના સેમ્પલ અને લસા વાયરસના 223 સેમ્પલ સામેલ છે. આ તમામ વાયરસ મનુષ્ય માટે અત્યંત ઘાતક છે.

    બોસ્ટન સ્થિત નોર્થઈસ્ટર્ન યુનિવર્સિટીના ડાયરેક્ટર સેમ સ્કાર્પિનો કહે છે કે ગુમ થયેલા તમામ વાયરસ તદ્દન ખતરનાક છે. કેટલાક હંટાવાયરસનો મૃત્યુદર 15 ટકા જેટલો હોય છે અથવા તે COVID-19 કરતાં 100 ગણો વધુ ઘાતક હોય છે. આ તમામ વાયરસ મનુષ્ય માટે અત્યંત ઘાતક છે. આ વાયરસના સેમ્પલ ગુમ થયા બાદ આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે.

   અધિકારીઓને આશંકા છે કે આ વાયરસનો ઉપયોગ હથિયાર તરીકે પણ થઈ શકે છે. એવી આશંકા છે કે વાયરસ કોઈ નિષ્ણાત દ્વારા ચોરી કરવામાં આવ્યો છે. ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, આ સેમ્પલ 2021માં ગુમ થઈ ગયા હતા, પરંતુ હવે માહિતી સામે આવી છે.

   તાજેતરમાં જ એવિયન ફ્લૂનો ભોગ બન્યો હતો. WHO એ 2024માં આ વાયરસને વૈશ્વિક ખતરો જાહેર કર્યો છે, એટલે કે તે વૈશ્વિક મહામારી બની શકે છે. અત્યાર સુધી આ વાયરસ 108 દેશોમાં પોતાનો પગપેસારો કરી ચૂક્યો છે. 

   એવિયન ફ્લૂને સામાન્ય રીતે બર્ડ ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર આ વાયરસ વન્યજીવોમાં ફેલાયો છે. 500 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ આ વાયરસથી પ્રભાવિત થઈ છે, જ્યારે 70 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ સંક્રમિત થઈ છે. વૈજ્ઞાનિકોએ તેને H591 નામ આપ્યું છે. વર્ષ 2024ની શરૂઆતમાં એન્ટાર્કટિકામાં જેન્ટુ અને કિંગ પેંગ્વીનમાં આ વાયરસ પ્રથમવાર જોવા મળ્યો હતો.

(10:11 PM IST)