<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

બ્રાઝિલમાં ટ્રક અને બસ વચ્‍ચે ગોઝારો અકસ્‍માતઃ 38 લોકોએ જીવ ગુમાવ્‍યાઃ ૧૩ લોકો ગંભીર ઘાયલ

બસનું ટાયર ફાટતાં ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતોઃ અકસ્‍માત એટલો ભયંકર હતો કે ટક્કર થતાં બસ સળગી ઉઠી હતીઃ અકસ્માત સવારે 4 વાગ્યે બન્‍યો હતોબસમાં ૪પ લોક સવાર હતાઃ કારમાં ત્રણ લોકો હતા તેઓનો જીવ બચી ગયો છે

બ્રાઝિલ, 22 ડિસેમ્બર: બ્રાઝિલના મિનસ ગેરેસ રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 38 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 13 લોકો ઘાયલ થયા છે. બસનું ટાયર ફાટતાં આ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો અને બસ ટ્રક સાથે અથડાઈ હતી. આ માહિતી ફાયર વિભાગના અધિકારીઓએ આપી હતી, જેઓ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પ્રારંભિક અહેવાલમાં મૃત્યુઆંક 22 હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં અન્ય 13 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેઓને ટેઓફિલો ઓતોની શહેરની નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, બસમાં 45 મુસાફરો સવાર હતા જેઓ સાઓ પાઉલોથી નીકળ્યા હતા, પરંતુ રસ્તામાં તેનું ટાયર ફાટી જતાં અને પછી તે ટ્રક સાથે અથડાઈ હતી. આ પછી, એક કાર પણ આવી અને બસ સાથે અથડાઈ. મળતી માહિતી મુજબ, તેમાં ત્રણ મુસાફરો હતા, જે બચી ગયા. આ અકસ્માત સવારે 4 વાગ્યે થયો હતો.
ઘટનાસ્થળની તસ્વીરોમાં જોઈ શકાય છે કે, કચડી ગયેલી કાર પર એક ટ્રક ચઢી છે, તેનું વ્હીલ કારની છત પર છે. મિનસ ગેરેસ ફાયર વિભાગનું કહેવું છે કે, અકસ્માત હાઈવે BR-116 પર થયો હતો. અકસ્માત બાદ વાહનનો કાટમાળ તસવીરોમાં જોઈ શકાય છે. બસમાં લાગેલી આગની તસવીર પણ સામે આવી છે, જેમાં બસ સળગતી જોવા મળી રહી છે.
એક અધિકારીએ જણાવ્યું કે, પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઘટનાસ્થળેથી પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મિનસ ગેરેસના ગવર્નર રોમ્યુ ઝેમાએ ટ્વિટર પર જણાવ્યું કે, તેમણે ટેઓફિલો ઓતોનીમાં BR-116 પર થયેલા દુ:ખદ અકસ્માતમાં “પીડિતોને મદદ કરવા અને તેમના પરિવારોને ટેકો આપવા” આદેશ આપ્યા છે

(11:40 AM IST)