<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

સુરક્ષા દળોએ જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદીને પકડીને ટાર્ગેટ કિલિંગને નિષ્ફળ બનાવ્યું; જંગી માત્રામાં હથિયારો ઝડપાયા

NIAએ ઉત્તર કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ માટે હથિયારો અને પૈસાની વ્યવસ્થા કરનારા બે ઓવરગ્રાઉન્ડ વર્કર્સ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે એવા સમયે જ આતંકવાદી ઝડપાયો

જમ્મુ તા.૨૨

સુરક્ષા દળોએ બાંદીપોરામાં આતંકવાદીને પકડ્યો, ટાર્ગેટ કિલિંગને નિષ્ફળ બનાવ્યું; મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે બાંદીપોરામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. 

       જમ્મુ ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં, સુરક્ષા દળોએ શનિવારે એક સ્થાનિક આતંકવાદીની ધરપકડ કરીને ટાર્ગેટ કિલિંગની ઘટનાને નિષ્ફળ બનાવી હતી. તેની પૂછપરછ ચાલુ છે. મળતી માહિતી મુજબ, બાંદીપોરા પોલીસને જાણકારી મળી હતી કે થોડા દિવસો પહેલા એક સ્થાનિક યુવક આતંકી સંગઠનમાં સક્રિય થયો હતો. તે બાંદીપોરામાં ટાર્ગેટ કિલિંગને અંજામ આપી શકે છે. આતંકવાદી પાસેથી હથિયારો મળી આવ્યા છે સૂત્રોએ જણાવ્યું કે પોલીસે સંભવિત લક્ષ્યો પર નજર રાખવાનું શરૂ કર્યું. બાંદીપોરામાં કેટલાક રસ્તાઓ પર વિશેષ ચોકીઓ પણ લગાવવામાં આવી હતી. સાંજે સાત વાગ્યે નાકા પાર્ટીએ એક યુવકને રસ્તા પર ચાલતો જોયો. નાકા પાર્ટી તેને રોકવાનો સંકેત આપે તે પહેલા જ યુવકે રસ્તો બદલીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેને દોડતો જોઈને નાકા પાર્ટીએ તેનો પીછો કરી તેને ગોળીબાર કરવાની તક આપ્યા વિના પકડી લીધો હતો. તેની ઓળખ વશિમ અહેમદ મલિક તરીકે થઈ છે. તે ગુંડપોરા રામપોરા બાંદીપોરાનો રહેવાસી છે. તેની પાસેથી એક પિસ્તોલ, એક હેન્ડ ગ્રેનેડ અને 15 કારતુસ મળી આવ્યા હતા.

(12:14 PM IST)