News of Sunday, 22nd December 2024
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કુવૈત મુલાકાતનો આજે બીજો દિવસ, 'ગાર્ડ ઓફ ઓનર' અપાયું : બંને દેશો વચ્ચે ઘણા વેપાર કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે, ભારત સરકાર ખાડી દેશો સાથે સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં કાર્યરત
43 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન કુવૈતની મુલાકાતે આવ્યા હોય ઇતિહાસ સર્જાયો : કુવૈતમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીયો છે અને આ કારણથી ભારત અને કુવૈત વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ

નવી દિલ્હી તા.૨૨
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કુવૈત મુલાકાતનો બીજો દિવસ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કુવૈતના બાયાન પેલેસ ખાતે ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહ પણ હાજર હતા.વડાપ્રધાનની કુવૈતની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઘણા વેપાર કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે. ભારત સરકાર ખાડી દેશો સાથે સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહી છે. 43 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાન કુવૈતની મુલાકાતે આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કુવૈતના પ્રવાસે છે અને તેમને અહીં ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે. પીએમ મોદીને બયાન પેલેસમાં ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુવૈત પ્રવાસનો આજે બીજો દિવસ છે. કુવૈતમાં સૌથી વધુ સંખ્યામાં ભારતીયો છે અને આ કારણથી ભારત અને કુવૈત વચ્ચેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પીએમ મોદીની આ મુલાકાત શા માટે છે ખાસ?
આનાથી બંને દેશો વચ્ચેના સંબંધો મજબૂત થશે અને આ પછી બંને દેશો વચ્ચે ઘણા વેપાર કરારો થવાની પણ અપેક્ષા છે. 2022-23માં બંને દેશો વચ્ચે અબજ ડોલરનો વેપાર થયો છે અને હવે તેને આગળ વધારવામાં આવશે. બયાન પેલેસ કુવૈતમાં શક્તિનું પ્રતિક છે અને અહીં ઘણા દેશોના દૂતાવાસ પણ છે. આ પછી પીએમ મોદી કુવૈતના અમીર અને ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરશે. તેઓ કુવૈતના વડાપ્રધાનને પણ મળશે.
આ ત્રણેય બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરવામાં આવશે. તાજેતરના વર્ષોમાં, કુવૈત અને ભારત વચ્ચેનો વેપાર $10 મિલિયનને વટાવી ગયો છે અને 2022-23માં ભારતથી કુવૈતમાં નિકાસમાં 34 ટકાથી વધુનો વધારો થયો છે. આ પછી, હવે યોજાનારી બેઠકોમાં ઘણા સંમતિ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવામાં આવશે.
આ સૌથી મહત્વપૂર્ણ રોકાણ માનવામાં આવે છે. પરસ્પર રોકાણ અને દ્વિપક્ષીય રોકાણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હાલમાં કુવૈતે ભારતમાં 10 અબજ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું છે અને ભારતને હજુ વધુ રોકાણની જરૂર છે. આ સિવાય ડિફેન્સને પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ અંગે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. કુવૈતમાં 30 ટકા વર્કફોર્સ ભારતીય છે.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
