News of Sunday, 22nd December 2024
તમે તમારા પરિવાર માટે સખત મહેનત કરો છો, હું પણ મારા પરિવાર માટે સખત મહેનત કરું છું. મારા પરિવારમાં 140 કરોડ લોકો છે : કુવૈતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગલ્ફ સ્પીક લેબર કેમ્પ ની મુલાકાત લીધી : ભારતીય શ્રમિકો સાથે નાસ્તો કર્યો : આગવા અંદાજની અમીટ છાપ છોડી : જુઓ વિડિઓ
હું 2047 સુધીમાં વિકસિત ભારતની વાત કરું છું તો તેનું કારણ એ જ છે કે મારા દેશનો એક મજૂર સાથી આટલે દૂર આવીને એ જ વિચારે છે કે મારા ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને, આ આકાંક્ષા જ મારા દેશની તાકાત છે : નરેન્દ્રભાઈ મોદી

નવી દિલ્હી તા.૨૨
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કુવૈત યાત્રા પર છે, આ દરમિયાન તેમણે ભારતીય શ્રમિકો સાથે વાતચીત કરી. વડાપ્રધાને કહ્યું કે હું દરેક ઘરમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડી રહ્યો છું. હું 140 કરોડ લોકો માટે સખત મહેનત કરી રહ્યો છું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યા હતા. તેમની મુલાકાતના પ્રથમ કાર્યક્રમ તરીકે, પીએમ મોદીએ લગભગ 1,500 ભારતીય નાગરિકોની હાજરીવાળા મીના અબ્દુલ્લા વિસ્તારમાં સ્થિત એક શ્રમિક શિબિરની મુલાકાત લીધી. ગલ્ફ સ્પિક લેબર કેમ્પ માં 90% થી વધુ કામદારો ભારતીય છે. પીએમ મોદીએ તેમની યાત્રા દરમિયાન શ્રમિકો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કુવૈતમાં ગલ્ફ સ્પીક લેબર કેમ્પ ની મુલાકાત લીધી અને ભારતીય શ્રમિકોને મળ્યા. પ્રધાનમંત્રીએ ભારતના વિવિધ રાજ્યોના વિવિધ વર્ગોના ભારતીય કામદારો સાથે વાતચીત કરીને તેમના હાલચાલ પૂછ્યાં અને 'ગલ્ફ સ્પિક લેબર કેમ્પ' ખાતે કેટલાક શ્રમિકો સાથે નાસ્તો પણ કર્યો.
શ્રમિકોએ પીએમ મોદીને ઘણા પ્રશ્નો પણ પૂછ્યા. એક શ્રમિકના પ્રશ્નના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે તમે તમારા પરિવાર માટે સખત મહેનત કરો છો, હું પણ મારા પરિવાર માટે સખત મહેનત કરું છું. મારા પરિવારમાં 140 કરોડ લોકો છે. પીએમએ વધુમાં કહ્યું કે 40 વર્ષ પછી કોઈ વડાપ્રધાન અહીં આવ્યા છે અને સૌથી પહેલા તેઓ તેમના ભાઈઓ સાથે મુલાકાત કરી રહ્યા છે.
આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું, "ભારતમાં સૌથી સસ્તો ડેટા (ઇન્ટરનેટ) છે અને જો આપણે વિશ્વમાં કશે પણ અથવા તો ભારતમાં પણ ઓનલાઈન વાત કરવા માંગીએ છીએ, તો ખર્ચ ઘણો ઓછો છે. જો તમે વીડિયો કોન્ફરન્સ કરો છો તો પણ ખર્ચ ઘણો ઓછો છે. લોકોને ઘણી સગવડ છે, તેઓ દરરોજ સાંજે તેમના પરિવારના સભ્યો સાથે વાત કરી શકે છે."
વડાપ્રધાન મોદી એ કહ્યું કે જ્યારે હું 2047 સુધીમાં વિકસિત ભારતની વાત કરું છું તો તેનું કારણ એ જ છે કે મારા દેશનો એક મજૂર સાથી આટલે દૂર આવીને એ જ વિચારે છે કે મારા ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બને, આ આકાંક્ષા જ મારા દેશની તાકાત છે.
જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શનિવારે કુવૈતના જબેર અલ-અહમદ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 26માં 'અરેબિયન ગલ્ફ કપ'ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી. મોદી બે દિવસની મુલાકાતે શનિવારે કુવૈત પહોંચ્યા હતા. કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર મોદી કુવૈત પહોંચ્યા છે. વડાપ્રધાને કુવૈત (Kuwait) ના અમીર, ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન સાથે ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કુવૈતની ઐતિહાસિક મુલાકાતનો આ બીજો અને છેલ્લો દિવસ છે. આજે તેમને ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવશે.
#WATCH | Prime Minister Narendra Modi enjoys snacks and beverage as he visits the Gulf Spic Labour Camp and meets Indian workers, in Kuwait
— ANI (@ANI) December 21, 2024
PM Modi is on a 2-day visit to Kuwait at the invitation of Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al-Sabah, the Amir of the State of Kuwait… pic.twitter.com/l5tDGHqf6v
(3:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
