News of Sunday, 22nd December 2024
દિલ્હીની વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીએ પટિયાલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી : કોંગ્રેસને પણ ફાયદો; ભાજપ પાછળ
કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એ ચાર-ચાર વોર્ડ જીત્યા ,જ્યારે શિરોમણી અકાલી દળ (SAD) એ બે વોર્ડ જીત્યા : AAP લુધિયાણામાં પણ આગળ

નવી દિલ્હી તા.૨૨
પંજાબમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીએ પટિયાલામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતી છે, અને 2 અન્ય મહત્વપૂર્ણ મ્યુનિસિપલ કોર્પોરેશનો (જલંધર, લુધિયાણા) માં પણ આગળ છે. આ સિવાય કોંગ્રેસ પાર્ટીએ અમૃતસર અને ભગવાડામાં પણ મજબૂત લીડ જાળવી રાખી છે. લુધિયાણા, જલંધર, પટિયાલા, અમૃતસર અને ફગવાડા અને પંજાબમાં 44 મ્યુનિસિપલ કાઉન્સિલ અને નગર પંચાયતો - પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે શનિવારે ચૂંટણી યોજાઈ હતી.
પટિયાલામાં, આમ આદમી પાર્ટી તેના મેયરને ચૂંટવા માટે તૈયાર છે કારણ કે તેણે 53 માંથી 43 વોર્ડ જીત્યા છે. શનિવારે રાત્રે જાહેર થયેલા પરિણામો અનુસાર, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી (BJP) એ ચાર-ચાર વોર્ડ જીત્યા છે, જ્યારે શિરોમણી અકાલી દળ (SAD) એ બે વોર્ડ જીત્યા છે. AAP લુધિયાણામાં પણ આગળ છે, જ્યાં તેણે 95 માંથી 42 વોર્ડ જીત્યા છે. પરિણામો અનુસાર 29 વોર્ડમાં કોંગ્રેસનો વિજય થયો છે, જ્યારે 19માં ભાજપ, ત્રણમાં અપક્ષ અને બે વોર્ડમાં SADનો વિજય થયો છે. આ સિવાય જો જલંધરની વાત કરીએ તો અહીં પણ આમ આદમી પાર્ટીએ વધુ વોર્ડમાં જીત મેળવી છે. જલંધરમાં AAPએ 85માંથી 39 વોર્ડ જીત્યા હતા, જ્યારે કોંગ્રેસને 24 અને ભાજપને 19 વોર્ડમાં જીત મળી હતી. જો કે અમૃતસર અને ફગવાડામાં કોંગ્રેસ આગળ રહી હતી. અમૃતસરમાં કોંગ્રેસે 40 વોર્ડ જીત્યા જ્યારે AAP 28 અને ભાજપ 10 વોર્ડ જીતી શક્યું. આ ઉપરાંત 50 વોર્ડ ધરાવતી ફગવાડા મહાનગરપાલિકામાં કોઈપણ રાજકીય પક્ષ 26ના આંકડાને સ્પર્શી શક્યો નથી, અહીં કોંગ્રેસ 22 વોર્ડ જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. AAPએ 12 વોર્ડ જીત્યા, જ્યારે બીજેપીએ ચાર અને SAD ત્રણ પર જીત મેળવી. બહુજન સમાજ પાર્ટી (BSP)એ ત્રણ વોર્ડ જીત્યા. AAP પંજાબ યુનિટના પ્રમુખ અમન અરોરાએ દાવો કર્યો હતો કે તેમની પાર્ટીએ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં 977 વોર્ડમાંથી અડધાથી વધુ વોર્ડ જીતીને ઇતિહાસ રચ્યો છે. અરોરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આ શાનદાર જીત એ એએપીની લોક તરફી શાસન અને પારદર્શક રાજનીતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે.' તેમણે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને ચૂંટણી પરિણામો માટે વિજેતા ઉમેદવારોને પણ અભિનંદન પાઠવ્યા હતા.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
