News of Sunday, 22nd December 2024
લેફ્ટનન્ટ ગવર્નરે કરેલા આદેશ બાદ દિલ્હી પોલીસ દ્વારા મોટી કાર્યવાહી : દિલ્હીમા બહારના જિલ્લામાં 175 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ઓળખ કરીને અટકાયતી પગલાં
જેની પાસે ભારતીય ઓળખ પત્ર નથી તેમની ઓળખ કરીને અટકાયત , ન્યાયિક પ્રક્રિયા મુજબ આ તમામને બાંગ્લાદેશ પરત મોકલવાના પ્રયાસો કરવામાં આવશે

નવી દિલ્હી તા.૨૨
લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હીમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આદેશ જારી કર્યા હતા. ત્યારથી દિલ્હી પોલીસ દ્વારા ગેરકાયદે ઘૂસણખોરો વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી પોલીસ રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે સતત કાર્યવાહી કરતી જોવા મળી રહી છે. દિલ્હી પોલીસ દ્વારા લેવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં, દિલ્હીના બહારના જિલ્લામાં 175 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ઓળખ કરવામાં આવી છે. તેમજ તેની અટકાયત કરવામાં આવી છે. પોલીસનું સર્ચ ઓપરેશન ચાલુ છે આ અંગે દિલ્હી પોલીસ અધિકારીઓએ કહ્યું છે કે 'જેની પાસે ભારતીય ઓળખ પત્ર નથી તેમની ઓળખ કરીને અટકાયત કરવામાં આવી છે. તેમજ ન્યાયિક પ્રક્રિયા મુજબ આ તમામને બાંગ્લાદેશ પરત મોકલવાના પ્રયાસો કરવામાં આવશે. આ અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શાહદરા અને દક્ષિણ પૂર્વ જેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા ગેરકાયદે ઘૂસણખોરોને પકડવા માટે મેનહન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન હેઠળ કેટલાક શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પણ ઓળખવામાં આવ્યા હતા. પોલીસે પણ લોકોને અપીલ કરી હતી દિલ્હી પોલીસે લોકોને કહ્યું છે કે જો તેઓ ક્યાંય પણ આવા ગેરકાયદે ઘૂસણખોરોને જુએ તો તરત જ પોલીસને જાણ કરે. આવી જ અપીલ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવી છે. આ અંતર્ગત મ્યુનિસિપલ શાળાઓને શાળાઓમાં ગેરકાયદે ઘૂસણખોરોની ઓળખ કરવા અને તેના વિશે માહિતી આપવા માટે નોટિસ આપવામાં આવી છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
