<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કુવૈતના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી કરાયા સન્માનિત

આ અગાઉ બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને એનાયત કરાઈ ચૂક્યુ છે આ સન્માન

નવી દિલ્હી તા.૨૨

 કુવૈતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેના સર્વોચ્ચ સન્માન 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત કર્યા છે. આ કોઈ દેશ દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે.

આ ઓર્ડર રાજ્યના વડાઓ અને વિદેશી વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે. આ અગાઉ બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને એનાયત કરાઈ ચૂક્યો છે.

(4:20 PM IST)