<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

પાન કાર્ડ ડાઉનલોડ કરીને મોબાઈલમાં રાખવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન થઈ જજો : PIB Fact Checkએ તેના ઓફિશિયલ X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને લોકો આનાથી સાવધાન રહેવા માટે કહ્યું

e-PAN Cardને ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ફેક ઈમેલ છે અને તેનાથી સાવધાન રહેવાની જરૂર છે આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ઈમેલ ફેક છે અને આવા કોઈપણ મેલ ન જવાબ ન આપો

નવી દિલ્હી તા.૨૨

 આજના ડિજિટલ યુગમાં લોકો મોબાઈલ ડોક્યૂમેન્ટ અને આઈડી રાખતા હોય છે. આવી સ્થિતિમાં તમે હવે પાન કાર્ડ ડાઉનલોડ કરીને મોબાઈલમાં રાખવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સાવધાન થઈ જજો. PIB Fact Checkએ તેના ઓફિશિયલ X એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરીને લોકો આનાથી સાવધાન રહેવા માટે કહ્યું છે. 

PIB Fact Checkએ જણાવ્યું કે, શું તમને પણ એક ઈમેલ રિસીવ થયો છે, જેમાં e-PAN Cardને ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ફેક ઈમેલ છે અને તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આ ઈમેલ ફેક છે અને આવા કોઈપણ મેલ ન જવાબ ન આપો. આ સાથે જ કોઈપણ લિંક, કોલ્સ અને SMS વગેરે પર ક્લિક ન કરો. 

જો તમને આવો કોઈ મેલ મળે છે, તો તમારી કોઈપણ પર્સનલ બેકિંગ ડિટેલ્સ વગેરેને શેર ન કરો. જો ભૂલથી પણ તમે આ ઈમેલમાં આપવામાં આવેલ લિંક પર ક્લિક કરો છો તો તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. જેના કારણે તમને આર્થિક નુકશાનનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ જો ઈમેલમાં આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો છો ડિવાઈસ સિક્યોરિટી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. 

શું છે e PAN Card ડાઉનલોડ કરવાની પ્રોસેસ

• સૌથી પહેલા આ લિંક https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html પર ક્લિક કરો.

• હવે PAN નંબર, આધાર નંબર, જન્મ તારીખ ભરો.

• આ પછી એપ્લિકેબલ બોક્સ પર ટિક કરીને સબમિટ કરો.

• હવે નવી સ્ક્રીન પર તમને શો થશે.

• તેમાં તમારી તમામ વિગતો તપાસીને સબમિટ કરો.

• આ પછી એક OTP મળશે.

• OTP દાખલ કરીને આગળ વધો પર ક્લિક કરો.

• હવે પેમેન્ટ મોડ પસંદ કરો અને આગળ વધો પર ક્લિક કરો.

• પેમેન્ટ એમાઉન્ટની પુષ્ટિ કર્યા પછી, ચાલુ રાખો પસંદ કરો.

• આ પછી તમારા મેઈલ આઈડી પર ઈ પાન આવી જશે.

(4:24 PM IST)