News of Sunday, 22nd December 2024
દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે ક્રિકેટ સટ્ટાબાજીના મોટા રેકેટનો કર્યો પર્દાફાશ :વિવિધ રાજ્યોના 10 આરોપીઓની ધરપકડ
ધરપકડ કરાયેલા આરોપીઓ દિલ્હી, યુપી અને રાજસ્થાનના:તેમની પાસેથી 5 લેપટોપ, 24 મોબાઈલ ફોન અને 1 એલઈડી ટીવી સહિતની ઘણી વસ્તુઓ જપ્ત

નવી દિલ્હી :દિલ્હી પોલીસે ક્રિકેટ સટ્ટાબાજીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે વિવિધ રાજ્યોમાંથી 10 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકીના સભ્યો જુદા જુદા રાજ્યોમાં રહીને આ રેકેટ ચલાવતા હતા. આરોપીએ ઓનલાઈન સટ્ટાબાજી માટે એક વેબસાઈટ પર માસ્ટર આઈડી બનાવ્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓ દિલ્હી, યુપી અને રાજસ્થાનના છે. તેમની પાસેથી 5 લેપટોપ, 24 મોબાઈલ ફોન અને 1 એલઈડી ટીવી સહિતની ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.
પોલીસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ASI રાકેશ જોશીને માહિતી મળી હતી કે રાજુ નામનો વ્યક્તિ તેના સહયોગીઓ સાથે કરોલ બાગ વિસ્તારમાં ગેરકાયદેસર ક્રિકેટ સટ્ટાબાજીની ગેંગ ચલાવે છે. જ્યારે આ માહિતીની તપાસ કરવામાં આવી તો પ્રકાશમાં આવ્યું કે હાલમાં ક્રિકેટની T-20 બિગ બેશ લીગ 2024-2025 (BBL) ચાલી રહી છે. આ ગેંગ આ મેચો પર ગેરકાયદે સટ્ટો રમાડી રહી હતી.
આ પછી ASI રાકેશની દેખરેખ હેઠળની ટીમે કરોલ બાગના જોશી રોડ પર સ્થિત ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. મુખ્ય આરોપી રાજુ વૈષ્ણવ સહિત કુલ 10 લોકો 3 બેડરૂમના ફ્લેટમાં રહેતા હતા. તમામ તેમના લેપટોપ અને મોબાઈલ ફોન પર લાઈવ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા જોવા મળ્યા હતા. ફ્લેટમાંથી કુલ 14 મોબાઈલ ફોન, 5 લેપટોપ અને 1 એલઈડી ટીવી જે સટ્ટાબાજી માટે ઉપયોગમાં લેવાતા હતા તે મળી આવ્યા હતા. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે.
પોલીસ તપાસમાં પ્રકાશમાં આવ્યું છે કે ઉપરોક્ત બિગ બેશ લીગની 7મી T20 ક્રિકેટ મેચ સવારે 10:30 વાગ્યે હોબાર્ટ હરિકેન્સ અને પર્થ સ્કોર્ચર્સ વચ્ચે રમાઈ હતી. આ ટોળકીએ આ મેચ પર સટ્ટો રમાડ્યો હતો. આ મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે કાયદાની યોગ્ય કલમો હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ બે રીતે સટ્ટાબાજી ચલાવતા હતા.
રાજુ વૈષ્ણવ આ ગેંગનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. રાજુ (48) દિલ્હીના કરોલ બાગનો રહેવાસી છે. તેણે 8 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે સુવર્ણકારનું કામ કરે છે. તેણે ત્રણ અલગ-અલગ રાજ્યોના અન્ય બુકીઓને પણ તેની સાથે જોડ્યા હતા. આરોપીઓ છેલ્લા એક વર્ષથી સટ્ટો રમી રહ્યા હતા. સામાન્ય રીતે મેચના દિવસોમાં સટ્ટાબાજીના વ્યવહારો દરરોજ આશરે રૂ. 1.5 લાખ જેટલા હોય છે. તેમાંથી આરોપીનો નફો કે નુકસાન પ્રતિદિન રૂ. 30 હજારથી રૂ. 40 હજાર જેટલો કરતા હતા
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
