News of Sunday, 22nd December 2024
અલ્લુ અર્જુનના ઘર પર હુમલો:ઉસ્માનિયા યુનિવર્સિટીના 8 લોકોની ધરપકડ
દેખાવકારોએ સુત્રોચાર કર્યા અને ઘરના બગીચામાં તોડફોડ કરી : પીડિત પરિવારને એક કરોડની સહાય આપવા માંગ

સાઉથના સુપર સ્ટાર અને ફિલ્મ ‘પુષ્પા-2’થી દેશભરમાં ધૂમ મચાવનાર અલ્લુ અર્જુનની મુશ્કેલીમાં ફરી વધારો થયો છે. કેટલાક દેખાવકારોએ આજે અલ્લુ અર્જુનના ઘર બહાર હુમલો કર્યો છે. દેખાવકારોએ ગુસ્સામાં આવી સૂત્રોચ્ચાર કરી તેમના ઘરના બહીચામાં તોડફોડ કરી છે. એવું કહેવાય છે કે, દેખાવકારો પીડિત પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવાની માંગ કરી રહ્યા છે.
મળતા અહેવાલો મુજબ ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (JAC)ના સભ્યોએ આજે અલ્લુ અર્જુના ઘર તરફ ધસી આવ્યા હતા અને તેઓએ સૂત્રોચ્ચાર કરી ધમપછાળા કર્યા હતા. આ દરમિયાન તુરંત પોલીસની ટીમ દોડી આવી હતી. પોલીસે દેખાવો કરી રહેલાઓને કસ્ટડીમાં લીધા છે. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લીધી છે અને દેખાવકારોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. અલ્લુ અર્જુન હુમલા દરમિયાન તેમને ઘરે ન હોવાની વિગતો સામે આવી છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
