News of Sunday, 22nd December 2024
કાશ્મીરમાં કડકડતી ઠંડી : ચિલ્લાઈ ક્લાન શરૂ : છેલ્લા 50 વર્ષમાં શનિવારની રાત સૌથી ઠંડી
તાપમાન માઈનસ 8.5 ° સે પહોંચ્યું રવિવારે સવારે ઠંડીની અસર અકબંધ: શ્રીનગરમાં પારો માઈનસ 2.2 ડિગ્રી સેલ્સિયસ પર: ડાલ સરોવરનું પાણી પણ જામીને બરફ થઇ ગયું

શ્રીનગર :કાશ્મીરમાં કડકડતી ઠંડીની શરૂ થઈ છે. ગઈ કાલે શનિવારથી 40 દિવસ ચાલવા વાળા ઠંડીના રાઉન્ડની શરૂઆત થઇ ગઈ છે, જેને ‘ચિલ્લે કલાં’ કહેવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, છેલ્લા પાંચ દાયકામાં શનિવારની રાત સૌથી ઠંડી રહી. આ સમય દરમિયાન તાપમાન માઈનસ 8.5 ° સે પહોંચ્યું રવિવારે સવારે ઠંડીની અસર અકબંધ રહી હતી અને શ્રીનગરમાં પારો માઈનસ 2.2 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો.
કાશ્મીરમાં પડી રહેલી ઠંડીનો અંદાજ એના પરથી લગાવી શકાય કે ડાલ સરોવરનું પાણી પણ જામીને બરફ થઇ ગયું છે. આ સિવાય, કોલ્ડ વેવની અસર દિલ્હી અને રાજસ્થાનમાં પણ જોવા મળી હતી.
1974 બાદ શ્રીનગરમાં ડિસેમ્બર મહિનાની આ સૌથી ઠંડી રાત હતી, તાપમાન શૂન્યથી નીચે 8.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, શહેરમાં લઘુત્તમ તાપમાન માઇનસ 10.3 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરવામાં આવ્યું હતું. એકંદરે 1891 પછીની આ ત્રીજી ઠંડીની રાત હતી. ડિસેમ્બર 13 ડિસેમ્બર 1934 માં શ્રીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી, એ સમયે તાપમાન માઈનસ 12.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું.
‘ચિલ્લે કલાં’ 31 જાન્યુઆરી 2025 ના રોજ સમાપ્ત થશે. જો કે, આ પછી પણ, ખીણમાં કોલ્ડ વેવની સ્થિતિ રહેશે. કારણ કે 20 દિવસનું ચિલાઇ ખુર્દ (નાનો શિયાળો) અને 10 દિવસનું ચિલ્લઈ બચ્ચા(બેબી વિન્ટર) 40 દિવસ ચાલશે.
દરમિયાન, રવિવારે સવારે દિલ્હીને ધુમ્મસમાં ઘેરાયેલું જોવા મળ્યું હતું, લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હીમાં હવાની ગુણવત્તા પણ ખરાબ રહી. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે સાત વાગ્યે એક્યુઆઈ 427 નોંધાયું હતું
રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ કોલ્ડ વેવ વર્તાઈ રહી છે. રવિવારે કરૌલીમાં સૌથી ઓછું તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
