<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

પુરીના જગન્નાથ મંદિરમાં દર્શન માટેના બદલાઈ જશે નિયમો, નવા વર્ષથી લાગુ થશે નવી વ્યવસ્થા

મંદિરમાં આવનાર મહિલાઓ, બાળકો, વિકલાંગ વ્યક્તિઓ અને વરિષ્ઠ વ્યક્તિઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરાશે

પુરીના જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા આવતા ભક્તોને વધુ સારી સુવિધા આપવા માટે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી રહી છે. ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને આ અંગે માહિતી આપી છે. તેમણે રવિવારે કહ્યું કે ઓડિશા સરકાર પુરીના જગન્નાથ મંદિરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને વધુ સારી સુવિધા આપવા માટે એક નવી પ્રણાલી દાખલ કરવા જઈ રહી છે. મીડિયા સાથે વાત કરતા કાયદા મંત્રીએ કહ્યું કે સરકાર 1 જાન્યુઆરીથી જગન્નાથ મંદિરમાં સાર્વજનિક 'દર્શન' માટે નવી વ્યવસ્થા શરૂ કરવા માટે પગલાં લઈ રહી છે.

 

 

હરિચંદને કહ્યું કે તેઓ અને શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના મુખ્ય પ્રશાસક અરબિંદ પાધીએ શનિવારે મંદિરની મુલાકાત લીધી હતી અને મંદિરમાં નવી સુવિધા શરૂ કરવા માટે થઈ રહેલા કામની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે, "જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જરૂરી કામ 27 કે 28 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવામાં આવશે. નવી સિસ્ટમ પ્રાયોગિક ધોરણે 30 અને 31 ડિસેમ્બર એમ બે દિવસ માટે શરૂ કરવામાં આવશે. ત્યારપછી નવી દર્શન વ્યવસ્થા સંપૂર્ણપણે અમલમાં આવશે.

 

 વધુમાં કહ્યું કે આ પગલા હેઠળ મંદિરમાં આવનાર મહિલાઓ, બાળકો, વિકલાંગ વ્યક્તિઓ અને વરિષ્ઠ વ્યક્તિઓ માટે પણ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે. નવી વ્યવસ્થા મુજબ ભક્તો જગન્નાથ મંદિરમાં હાલના દ્વાર (સતપહચા) દ્વારા પ્રવેશ કરશે, જ્યારે બહાર નીકળવા બે અલગ-અલગ દરવાજા (ઘાંટી અને ગરાડા) દ્વારા થશે.

(7:43 PM IST)