<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

પોલીસે કહ્યું- ધરપકડ કરીશું, ત્યારે બહાર નીકળ્યો અલ્લુ અર્જુન: થિયેટરના CCTV ફૂટેજ સામે આવ્યા : શું સાચો હતો સીએમનો દાવો? : જુઓ વિડિઓ

પોલીસે અલ્લુ અર્જુનને બહાર કાઢ્યો. પરંતુ જતી વખતે પણ અલ્લુ અર્જુન કારની છત પરથી બહાર આવ્યો અને હાથ હલાવીને રોડ શો કર્યો.

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસનો વિવાદ અટકતો જણાતો નથી. 4 ડિસેમ્બરે ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે મહિલાનું આઠ વર્ષનું બાળક હજુ કોમામાં છે.

તેલંગાણા વિધાનસભામાં રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે અલ્લુ અર્જુન પોલીસની પરવાનગી વિના તેમની ફિલ્મ પુષ્પા 2ના સ્ક્રીનિંગમાં હાજરી આપવા માટે સંધ્યા થિયેટરમાં પહોંચ્યો હતો. નાસભાગ બાદ પોલીસે તેને થિયેટરની બહાર કાઢવામાં આવ્યો હતો. હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં મુખ્યમંત્રીના દાવાને સમર્થન મળતું જણાય છે. સીસીટીવી ફૂટેજમાં પોલીસ અલ્લુ અર્જુનને થિયેટરની બહાર લાવતો જોવા મળી રહી છે.

તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ વિધાનસભામાં કહ્યું કે પોલીસે અભિનેતાને થિયેટર ન જવાની સલાહ આપી હતી. પરંતુ તે બીજા દિવસે ફિલ્મ જોવા આવ્યો અને કારની છત પર ઉભા રહીને રોડ શો કર્યો. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સીએમએ કહ્યું કે પીડિત મહિલા રેવતીએ તેના મૃત્યુ સુધી પુત્રનો હાથ પકડી રાખ્યો હતો. તે હૃદયદ્રાવક દ્રશ્ય હતું. જ્યારે પોલીસ હોસ્પિટલ પહોંચી ત્યારે રેવતીને ત્યાં મૃત જાહેર કરવામાં આવી હતી.

સીએમએ વધુમાં કહ્યું કે, નાસભાગ બાદ એસીપીએ અભિનેતાને ભીડને કાબૂમાં લેવા માટે સ્થળ છોડી જવા કહ્યું. પહેલા અભિનેતાએ ના પાડી અને કહ્યું કે તે ફિલ્મ પૂરી થયા પછી જતો રહેશે. આ પછી ડીસીપીએ દરમિયાનગીરી કરી અને અલ્લુ અર્જુનને અહીંથી ચાલ્યા જવા કહ્યું, નહીં તો તેની ધરપકડ કરવામાં આવશે. આ પછી પોલીસે અલ્લુ અર્જુનને બહાર કાઢ્યો. પરંતુ જતી વખતે પણ અલ્લુ અર્જુન કારની છત પરથી બહાર આવ્યો અને હાથ હલાવીને રોડ શો કર્યો.

રવિવારે હૈદરાબાદમાં તેલુગુ સુપરસ્ટાર અલ્લુ અર્જુનના ઘર પર વિરોધીઓએ હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, તોડફોડ પાછળ ઓસ્માનિયા યુનિવર્સિટીના પ્રદર્શનકારીઓની એક પેનલનો હાથ હતો. હૈદરાબાદના જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં અલ્લુ અર્જુનના ઘર પર દેખાવકારોએ પથ્થરો અને ટામેટાં ફેંક્યા હતા. વાસણો પણ તૂટી ગયા હતા. કેટલાક દેખાવકારોએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો હતો. દેખાવકારોએ અલ્લુ અર્જુનને નાસભાગમાં મૃત્યુ પામેલા 35 વર્ષીય રેવતીના પરિવારને 1 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા કહ્યું હતું.

 

(10:51 PM IST)