News of Sunday, 22nd December 2024
૧૩ વર્ષમાં ગ્રીનલેન્ડે ૫૬૩ ઘન માઇલ બરફ ગુમાવ્યો
બરફના કિનારે તેના કેન્દ્રની સરખામણીમાં વધુ ઝડપથી બરફ ઓગળી રહ્યો છે

વોશિંગ્ટન: છેલ્લા ૧૩ વર્ષમાં ગ્રીનલેન્ડનો બરફ કેટલો ઝડપથી ઓગળી રહ્યો છે, તેનો એક ૩૦ સેકન્ડનો વિડીયો હાલમાં એક સંશોધન ગૃપે બહાર પાડ્યો છે. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, બરફના કિનારે તેના કેન્દ્રની સરખામણીમાં વધુ ઝડપથી બરફ ઓગળી રહ્યો છે. ખાસ કરીને એવા સ્થાનો પર જ્યાં ગ્લેશિયર સમુદ્રમાં મળે છે. વીડિયોમાં સૌથી વધુ નુકસાન વાળા વિસ્તારોને હાઈલાઈટ કરવા માટે ઉપરના નકશામાં લાલ રંગ પુરી દર્શાવવામાં આવ્યો છે.
આ સંશોધન શુક્રવારે જિયોફિઝિકલ રિસર્ચ લેટસૅ જનૅલમાં પ્રકાશિત થયું છે. આ વિડીયો નાસા તથા યુરોપિય અંતરીક્ષ એજન્સી (ઈએસએ) ના ઉપગ્રહ ડેટાથી બનાવવામાં આવ્યો છે. ૨૦૧૦ અને ૨૦૨૩ વચ્ચે ગ્રીનલેન્ડમાં ૫૬૩ ઘન માઈલ બરફ ગુમાવ્યો છે. આટલા બરફના પાણીથી આફ્રિકાના વિક્ટોરિયા સરોવરને ભરી શકાય છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
