News of Sunday, 22nd December 2024
પૃથ્વી ગોળ કે ચપટી ? એ જાણવા માટે રૂ.૩૧.૪ લાખનો ખર્ચ કરી જાણવા મળ્યું પૃથ્વી ગોળ છે
એક પાદરી વિલ ડફી એ “ધ ફાઈનલ એક્સપેરિમેન્ટ” નામનું અભિયાન ચલાવ્યું : પ્રખ્યાત યૂટ્યૂબર જેરન કૈમ્પનેલા એ કૈલિફોનિયાથી અંટાર્કટિકાર સુધીનો લગભગ ૧૪ હજાર કિલોમીટરની યાત્રા કરી

વોશિંગ્ટન: હજારો વર્ષ પહેલા પણ સાબિત થઈ ચૂક્યું છે કે, પૃથ્વી ગોળ છે. તેમ છતાં કેટલાક લોકો આજે પણ એવું માની રહ્યા છે કે, પૃથ્વી ચપટી છે. આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકવાને માટે એક પાદરી વિલ ડફી એ “ધ ફાઈનલ એક્સપેરિમેન્ટ” નામનું અભિયાન ચલાવ્યું હતું. પ્રખ્યાત યૂટ્યૂબર જેરન કૈમ્પનેલા એ કૈલિફોનિયાથી અંટાર્કટિકાર સુધીનો લગભગ ૧૪ હજાર કિલોમીટરની યાત્રા કરી. યાત્રા દરમિયાન કૈમ્પનેલાને ૩૭,૦૦૦ ડોલર (રૂ.૩૧.૪ લાખ) ખર્ચ કર્યો હતો. કૈમ્પનેલા ફ્લેટ અર્થ થ્યોરી એટલે કે ધરતી ચપટી છે, એવા સિદ્ધાંતને માનતા હતા અને તેને જાણવા માટે તેઓએ આ યાત્રા કરી હતી. કૈમ્પનેલા માનતા હતા કે, અંટાર્કટિકામાં સૂર્ય દરરોજ ઉગે છે અને ડૂબી છે.અહીં તેમને અનુભવ થયો કે, તેઓ ખોટા છે
(11:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
