તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 23rd December 2024
વાહ ભૈ વાહ..ક્રિસમસ પર કર્મચારીઓને આપી કાર અને બાઈકની ગિફટ
નોકરી કરવી હોય તો આવી કંપનીમાં કરાય : ચેન્નાઈની એક કંપનીના માલિકે કહ્યું કે તેમણે કર્મચારીઓની મહેનત અને સમર્પણને જોતા તેમને આ ભેટ આપી છે

ચેન્નાઇ, તા.૨૩: ચેન્નાઇની એક કંપનીએ ક્રિસમસ પર પોતાના કર્મચારીઓને મોંઘી ગિફટ આપી છે. સરમાઉન્ટ લોજિસ્ટિક્સ સોલ્યુશન્સ પ્રાઈવેટ લિમિટેડે તેના કર્મચારીઓને ટાટા કાર, એક્ટિવા અને બાઇક ગિફટમાં આપી છે. કંપનીના માલિકે કર્મચારીઓની મહેનત અને સમર્પણને માન આપીને આ ભેટ આપી છે. મળતી માહિતી પ્રમાણે, કંપનીના ૨૦ કર્મચારીઓએ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો, જે બાદ માલિકે તેમને કાર, બાઈક અને સ્કૂટી ભેટમાં આપ્યા હતા.
આ કંપની લોજિસ્ટિક્સ સેક્ટરના સામાન્ય પડકારો જેમ કે નૂર પરિવહનમાં વિલંબ, બિનકાર્યક્ષમ સપ્લાય ચેઈન સોલ્યુશન્સનું સમાધાન લાવે છે. કંપનીના સ્થાપક અને એમડી ડેન્ઝિલ રાયાને નિવેદનમાં જણાવ્યું હતું કે અમારું મિશન બધા જ આકારના બિઝનેસ માટે લોજિસ્ટિક્સને સરળ બનાવવાનું છે. અમારો ધ્યેય એવા સમાધાન પૂરા પાડવાનો છે જે માત્ર કાર્યક્ષમ નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યે સભાન છે.
કર્મચારીઓની ગિફટ બાબતે તેમણે જણાવ્યું હતું કે આવી પહેલ કર્મચારીઓની ઉત્પાદકતામાં વધારો કરે છે અને કંપની પ્રત્યે તેમના લગાવ વધારે છે. પ્રેરિત કર્મચારીઓ હંમેશા તેનું ઉત્તમ આપે છે. તમને જણાવી દઈએ કે આ પ્રકારનું આ પહેલું ઉદાહરણ નથી. આ અગાઉ હીરા ઉદ્યોગના જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ પણ કર્મચારીઓને કાર અને મકાનો ભેટમાં આપ્યા હતા. ધોળકિયા ખાસ પ્રસંગોએ પોતાના કર્મચારીઓને મોંઘા ફલેટ, લક્ઝરી કાર અને જવેલરી આપીને સમાચારમાં રહે છે. તેમનું માનવું છે કે કર્મચારીઓને ખુશ રાખવાથી જ તેમને વધુ સારું પ્રદર્શન કરી શકાય છે.
(10:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
