News of Monday, 23rd December 2024
પત્નીનો પરિવાર સાથે રહેતો હતો, પતિએ કહ્યું આ ક્રૂરતા છે : ૧૬ વર્ષ સુધી કેસ ચાલ્યો : હવે કોર્ટે છૂટાછેડાને મંજુરી આપી દીધી
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં છૂટાછેડાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો : પત્નીના મિત્રો અને તેના પરિવારના સભ્યો તેની મરજી વિરૂધ્ધ પતિના ઘરે રહેતા હતા : કોર્ટે સ્વીકાર્યું કે આ કેસ ક્રૂરતાના દાયરામાં આવે છે

કોલકાતા તા. ૨૩ : કોલકાતા હાઈકોર્ટે દીકરીના પરિવાર અને મિત્રો સાથે તેના સાસરિયાંના ઘરમાં લાંબા સમય સુધી રહે એ બાબતને ક્રૂરતા ગણાવી છે. કોર્ટે આ કેસમાં ચુકાદો આપીને એક વ્યક્તિને છૂટાછેડા આપી દીધા છે. મહિલાના પતિએ ૨૦૦૮માં લગ્નના ત્રણ વર્ષ બાદ જ છૂટાછેડાની અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે મહિલા દ્વારા તેના પતિના ઘરે મિત્રો અને પરિવારના સભ્યોને પતિની મરજી વગર રાખવા ક્યારેક તે પોતે (પત્ની) ત્યાં હાજર ન હોય ત્યારે પણ રાખવા તે ક્રૂરતા સમાન છે.
આ મામલો પતિ-પત્ની વચ્ચે અણબનાવ બાદ શરૂ થયો હતો. લગ્નના ત્રણ વર્ષ બાદ જ પતિએ છૂટાછેડા માટે અરજી કરી હતી. તેમના લગ્ન પヘમિ બંગાળના નવદ્વીપમાં થયા હતા. લગ્ન પછી તે કોલાઘાટ જતી રહી જયાં તેનો પતિ કામ કરતો હતો. થોડા દિવસો પછી, પત્ની કોલકાતાના નારકેલડાંગા ગ અને કહ્યું કે ત્યાં તેની ઓફિસ નજીક હોવાથી તેના માટે તે વધુ અનુકૂળ રહેશે.
ભારતમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, કેટલાક સામાન્ય તકરારને કારણે છૂટાછેડાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. ઘણી વખત છૂટાછેડા માટેનું કારણ ખૂબ જ વિચિત્ર હોય છે. હવે આવો જ એક કિસ્સો પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સામે આવ્યો છે, જયાં પત્નીના મિત્રો અને તેના પરિવારના સભ્યો તેની મરજી વિરૂદ્ધ પતિના ઘરે રહેતા હતા. આ મામલાને લઈને પતિ કોર્ટમાં પહોંચ્યો હતો અને હવે ૧૬ વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ કલકત્તા હાઈકોર્ટે છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે.
કલકત્તા હાઈકોર્ટે જણાવ્યું છે કે પરિણીત મહિલાના મિત્રો અને પરિવારના સભ્યોને તેના પતિના ઘરે લાંબા સમય સુધી રોકવું એ ક્રૂરતા સમાન છે. ૧૯ ડિસેમ્બરે હાઈકોર્ટે ક્રૂરતાના આધારે એક પુરૂષને છૂટાછેડા આપ્યા હતા. કોર્ટે કહ્યું, ‘ષાી દ્વારા તેના પતિના મિત્રો અને પરિવારના સભ્યોને લાંબા સમય સુધી તેની મરજી વિરુદ્ધ સતત લાદવામાં આવે છે, ખાસ કરીને જયારે પત્ની પોતે હાજર ન હોય, તે ચોક્કસપણે ક્રૂરતા સમાન છે. કારણ કે, આનાથી પતિનું જીવન અશક્ય બની શકે છે, જે ક્રૂરતાના વ્યાપક દાયરામાં આવે છે.'
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, લગ્નના ત્રણ વર્ષ બાદ પતિએ ૨૦૦૮માં છૂટાછેડાની અરજી કરી હતી. તેઓના લગ્ન પヘમિ બંગાળના નવદ્વીપમાં થયા હતા અને ૨૦૦૬માં તેઓ કોલાઘાટ રહેવા ગયા હતા, જયાં તેમના પતિ કામ કરતા હતા. ૨૦૦૮ માં, પત્ની કોલકાતાના નારકેલડાંગામાં શિફ્ટ થઈ અને દાવો કર્યો કે તે તેના કાર્યસ્થળ, સિયાલદાહની નજીક છે. પરંતુ, કોર્સમાં ઊલટતપાસ દરમિયાન, તેણીએ દાવો કર્યો હતો કે તેણીની ‘લાચાર પરિસ્થિતિ'ને કારણે તેણી બહાર નીકળી ગઈ હતી.
જો કે, પત્નીએ ૨૦૦૮માં કોલાઘાટમાં પતિનું ઘર છોડી દીધું તે પછી પણ તેનો પરિવાર અને એક મિત્ર ત્યાં રહેવાનું ચાલુ રાખ્યું. આ પછી, વર્ષ ૨૦૧૬ માં, પત્ની ઉત્તરપરામાં શિફ્ટ થશે. પતિએ ક્રૂરતાનો આરોપ એ આધાર પર લગાવ્યો કે તેઓ અલગ રહેતા હતા અને તેમ છતાં પત્નીના પરિવારના સભ્યો તેના ઘરમાં રહે છે. પતિએ આરોપ લગાવ્યો કે તેને (પત્ની) વૈવાહિક સંબંધોમાં કે બાળક પેદા કરવામાં રસ નથી.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
