<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

દાવોસમાં અનેક રાજયોના મુખ્‍યમંત્રીઓ અને ૧૦૦ ભારતીય કંપનીઓના CEO ભેગા થશે

વર્લ્‍ડ ઇકોનોમિક ફોરમ (WEF) દર વર્ષે સ્‍વિસ શહેર દાવોસમાં મળે છેઃ ૨૦ જાન્‍યુઆરીથી WEF ની વાર્ષિક બેઠક : મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ઉપરાંત તેમની કંપનીઓના આગામી પેઢીના નેતાઓ પણ દાવોસ પહોંચે તેવી અપેક્ષા છે

નવી દિલ્‍હી, તા.૨૩: વર્લ્‍ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠક ૨૦ જાન્‍યુઆરી, ૨૦૨૫થી સ્‍વિટ્‍ઝર્લેન્‍ડના દાવોસમાં શરૂ થઈ રહી છે. ભારતની ૧૦૦થી વધુ કંપનીઓના સીઈઓ અને અન્‍ય નેતાઓ સાથે પાંચ દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં ઓછામાં ઓછા ત્રણ મુખ્‍યમંત્રીઓ હાજરી આપશે. મહારાષ્ટ્રના મુખ્‍ય પ્રધાન દેવેન્‍દ્ર ફડણવીસ, આંધ્ર પ્રદેશના મુખ્‍ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને તેલંગાણાના મુખ્‍ય પ્રધાન રેવંત રેડ્ડીએ તેમાં હાજરી આપવાની પુષ્ટિ કરી છે. નાયડુ સાથે તેમના પુત્ર અને રાજયકક્ષાના મંત્રી નારા લોકેશ પણ જોડાશે. કર્ણાટકના ઉપમુખ્‍યમંત્રી ડીકે શિવકુમાર, તમિલનાડુના મંત્રી ટીઆરબી રાજા અને ઉત્તર પ્રદેશના મંત્રી સુરેશ ખન્ના પણ ત્‍યાં હાજર રહેશે.

કેટલાક વરિષ્ઠ કેન્‍દ્રીય મંત્રીઓ પણ આ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે, પરંતુ તેમના નામ હજુ નક્કી કરવામાં આવી રહ્યા છે. અશ્વિની વૈષ્‍ણવ, સ્‍મૃતિ ઈરાની અને હરદીપ સિંહ પુરીએ કેન્‍દ્ર સરકાર વતી ષ્‍ચ્‍જ્‍દ્ગક છેલ્લી વાર્ષિક બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં અગાઉ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પણ ભાગ લઈ ચૂક્‍યા છે, પરંતુ આ ઉચ્‍ચ સ્‍તરીય સમિટમાં તેમની ભાગીદારી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્‍યું નથી. આ વખતે સમિટનો મુખ્‍ય વિષય છે.

આ વાર્ષિક બેઠકમાં વિશ્વભરમાંથી લગભગ ૫૦ રાજય અને સરકારના વડાઓ ભાગ લે તેવી અપેક્ષા છે. આ બેઠક યુએસમાં શાસન પરિવર્તન અને યુક્રેન યુદ્ધ અને પશ્ચિમ એશિયા સંકટ સહિત વિવિધ ભૂ-રાજકીય અને મેક્રો ઇકોનોમિક મુદ્દાઓની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહી છે. ભારતના વડા પ્રધાન તરીકે મોદી અને યુએસ પ્રમુખ તરીકે ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ૨૦૧૮માં પ્રથમ વખત WEFની વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો.

આ વર્ષની શરૂઆતમાં, મોદી સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન બન્‍યા હતા, જયારે ટ્રમ્‍પ ૨૦ જાન્‍યુઆરીએ બીજી વખત કાર્યભાર સંભાળવાના છે અને દાવોસમાં તેમની વાપસી ચર્ચાના મુખ્‍ય વિષયોમાંનો એક બની શકે છે. મહારાષ્ટ્રના મુખ્‍ય પ્રધાન ફડણવીસ અને આંધ્ર પ્રદેશના મુખ્‍ય પ્રધાન નાયડુએ ઘણી વખત દાવોસની મુલાકાત લીધી હતી જયારે તેલંગાણાના મુખ્‍ય પ્રધાન રેડ્ડીએ જાન્‍યુઆરી ૨૦૨૪માં હાજરી આપી હતી. સરકારી નેતાઓ અને સિવિલ સોસાયટીના સભ્‍યો ઉપરાંત રિલાયન્‍સ, ટાટા, અદાણી, બિરલા, ભારતી, મહિન્‍દ્રા, ગોદરેજ, જિંદાલ, બજાજ અને વેદાંત જેવી કંપનીઓના ટોચના અધિકારીઓ પણ તેમાં ભાગ લેશે.

મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી ઉપરાંત તેમની કંપનીઓના આગામી પેઢીના નેતાઓ પણ દાવોસ પહોંચે તેવી અપેક્ષા છે. એ જ રીતે, ઈન્‍ફોસિસના સીઈઓ સલિલ પારેખ, વિપ્રોના રિષદ પ્રેમજી, રિન્‍યુના સુમંત સિંહા, પેટીએમના વિજય શેખર શર્મા અને સીરમ ઈન્‍સ્‍ટિટ્‍યૂટના અદાર પૂનાવાલા પણ તેમાં ભાગ લે તેવી શક્‍યતા છે.

(11:02 AM IST)